________________
શ્રી સમવસરણ વંદનાવલી
વૈશાખ સુદ દશમી દિને રૂજુવાલીકા આવે પ્રભુ ઉપસર્ગ સો વીતી ગયા મહાધ્યાન ને ધ્યાને પ્રભુ ઘાતી કરમ જે ચાર છે તેનો વિનાશ કરે પ્રભુ શ્રી સમવસરણે ચઉમુખે અતિદિવ્યરૂપ ધરે પ્રભુ....૧ પ્રથમ પહેલી દેશના નિષ્ફળ ગઈ આશ્ચર્યમય કરુણા કરી સંદેશ આપ્યો ફક્ત ક્ષણ જેટલો સમય સાંજે અપાપાપુર ભણી ત્યાંથી તરત વિચરે પ્રભુ શ્રી. ૨ મહાસેનવન પહોંચે પ્રભુજી ધર્મશાસન સ્થાપવા ભવિજીવને કરૂણા થકી સદ્બોધ મીઠો આપવા દર્શન દઈને ભવ્યજીવના પાપ સર્વ હરે પ્રભુ. શ્રી.૩ વેગે વહેતા વાયુઓથી ભૂમીની શુદ્ધી થઈ જલધાર અનરાધાર થઈ ને ભૂમી સમથલ થઈ ગઈ સૌ દેવને આ લાભ આપે છે મહાન ખરે ! પ્રભુ . શ્રી.૪ વ્યંતર નિકાયના દેવ આવી રજતગઢ પહેલો રચે અત્યંત પાવન રજત એનું કાંતીમય સૌને જચે સૌન્દર્ય ગાવા બેસીએ તો શબ્દ કોઈ જ ના બચે શ્રી.૫
જ્યોતિષ્ક ઈન્દ્રો ગઢ રચે બીજો સુવર્ણતણો સરસ વધતી જ રહેતી ભક્તિ કરતા ભક્તની પાવન તરસ અંતર કહે કે જીવજો. ભગવંત વરસોના વરસ શ્રી.૬
૪૧ For Persdal & Plate Use Only
Jain Education International
www.jainelibrary.org