Book Title: Bhavyatra Vandana Samvedana
Author(s): Munishratnavijay, Jiveshratnavijay
Publisher: Munishratnavijay Jiveshratnavijay

View full book text
Previous | Next

Page 318
________________ ક્યારે બનીશ હું સાચો રે સંતા કયારે બનીશ હું સાચો રે સંત, કયારે થશે મારા ભવનો રે અંત... લાખ ચોરાશીના ચોરે ને ચૌટે, ભટકી રહ્યો છું મારગ ખોટે, ક્યારે મળશે મુજને મુક્તિનો પંથ, ક્યારે થશે ?...૧ કાળ અનાદિની ભૂલો છૂટે ના, ઘણુયે મથું તોયે પાપો ખૂટેના, કયારે તૂટશે એ પાપોનો તંત, કયારે થશે ?...૨ છ કાય જીવની હું હિંસા રે કરતો, પાપો અઢારે જરી ના વિસરતો, મોહ માયાનો હું તો રટતો રે મંત્ર, ક્યારે થશે ?..૩ પતિત પાવન પ્રભુજી ઉગારો, રત્નત્રયી નો હું યાચક તારો, ભક્ત બની મારે થાવું રે મહંત, ક્યારે થશે ?...૪ Rડા રાજમહેલને ત્યાગી... રૂડા રાજમહેલને ત્યાગી, પેલો ચાલ્યો રે વૈરાગી, એનો આતમ ઊઠ્યો છે આજ જાગી' રૂડા..૧ નથી કોઈ એની એની રે સંગાથે, નીચે ધરતીને આભ છે માથે, એ તો નીકળ્યો છે ખાલી હાથે રૂડા...૨ એનો આતમ બન્યો છે બડભાગી, એને સંયમની તલપ છે લાગી, એનો આતમ બન્યો છે મોક્ષગામી... રૂડા..૩ ધૂનઃ હોજો જયજયકાર વીરાત્માનો હોજો જયજયકાર જિનશાસનમાં જનમ લઈને સફળ કીધો અવતાર. સંયમ જીવનનો લીધો... સંયમ જીવનનો, લીધો મારગડો, પ્રભુ તારા જેવા થાવાને... દુઃખના ડુંગર તૂટી પડે પણ, કમોના બંધન તૂટે છે ત્યારે, લીલા લહેર છે પ્રભુના પંથે, મોક્ષના માર્ગે જાવાને... સંયમ... For PersoRGS use only Jain Education International www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336