Book Title: Bhavyatra Vandana Samvedana
Author(s): Munishratnavijay, Jiveshratnavijay
Publisher: Munishratnavijay Jiveshratnavijay

View full book text
Previous | Next

Page 319
________________ જેના રોમ રોમથી . જેના રોમ રોમથી ત્યાગ અને સંયમની વિલસે ધારા, ...આ છે અણગાર અમારા દુનિયામાં જેની જોડ જગે ના, એવું જીવન જીવનારા. આ.છે..૧ સામગ્રી સુખની લાખ હતી... સ્વેચ્છાએ એણે ત્યાગી, સંગાથ સ્વજનનો છોડીને... સંયમની ભિક્ષા માંગી, દીક્ષાની સાથે પંચમહાવ્રત... અંતરમાં ધરનારા. આ.છે..૨ ના પંખો વીંઝે ગરમીમાં.. ના ઠંડીમાં કદી તાપે, ના કાચા જળનો સ્પર્શ કરે... ના લીલોતરીને ચાંપે, નાનામાં નાના જીવોનું પણ.... સંરક્ષણ કરનારા. આ.છે..૩ જૂઠ બોલીને પ્રિય થવાનો... વિચાર પણ ના લાવે, યા મૌન રહે યા સત્ય કહે... પરિણામ ગમે તે આવે, જાતે ન લે કોઈ ચીજ કદી... જો આપે તો લેનારા ! આ.છે..૪ ના સંગ કરે કદી નારીનો... ના અંગોપાંગ નિહાળે, જો જરુર પડે તો વાત કરે... પણ નયનો નીચા ઢાળે, મનથી વાણીથી કાયાથી... વ્રતનું પાલન કરનારા. આ.છે..૫ ના સંગ્રહ એને કપડાંનો... ના બીજા દિવસનું ખાણું, ના પૈસા એની ઝોળીમાં.. ના એના નામે થાણું, ઓછામાં ઓછાં સાધનમાં... સંતોષ ધરી રહેનારા. આ.છે..૬ ના છત્રધરે કદી તડકામાં... ના ફરે કદી વાહનમાં, મારગ હો ચાહે કાંટાળો. પહેરે ના કંઈ પગમાં, હાથેથી સઘળા વાળ ચૂંટે... માથે મુંડન કરનારા. આ.છે..૭ કલ્યાણ જીવોનું કરવા કાજે... વિચરે દેશ વિદેશે, ના રાયક કે ઊંચનીચ... સરખા સૌને ઉપદેશે, અપમાન કરો યા સન્માનો... સમતાભાવે રહેનારા. આ.છે..૮ Jain Education International For GO For persona private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336