Book Title: Bhavyatra Vandana Samvedana
Author(s): Munishratnavijay, Jiveshratnavijay
Publisher: Munishratnavijay Jiveshratnavijay

View full book text
Previous | Next

Page 297
________________ એક જમ્યો રાજ દુલારો એક જભ્યો રાજ દુલારો, દુનિયાનો તારણહારો, વર્ધમાનનું નામ ધરીને, પ્રગટ્યો તેજ સિતારો. એક.. પૃથ્વી પરથી અંધકારના, વાદળ જાણે વીખરાયાં, ગાયે ઉમંગે ગીત અપ્સરા, દેવોનાં મન હરખાયાં, નારકીના જીવોએ નીરખ્યો, તેજતણો ઝબકારો રે... એક.૧ ધાન વધ્યા ધરતીનાં પેટે, નીર વધ્યા સરવરિયામાં, ચંદ્ર સૂરજનાં તેજ વધ્યાને, સંપ વધ્યા સૌ માનવના, દુઃખના દિવસો દૂર ગયાને, આવ્યો સુખનો વારો... એક..ર રંકજનોનાં દિલમાં પ્રસર્યું, આશ ભરેલું અજવાળું, બેલી આવ્યો દીનદુ:ખિયાનો, રહેશે નાકોઈ નોંધારું, ભીડ જગતની ભાંગે, એવો સૌનો પાલનહારો... એક. ૩ વાગે છે શરણાઈ ખુશીની સિદ્ધાર્થના આંગણીએ, હેતે હિંચોળે ત્રિશલારાણી, બાલકુંવરને પારણીએ, પ્રજા બની આનંદે ઘેલી, ઘર ઘર ઉત્સવ પ્યારો.... એક...૪ મારા પ્રભુજી નાના છે... મારા પ્રભુજી નાના છે... દુનિયા ભરના રાજા છે. માથે મુગટ શોભે છે દુ. કાને કુંડલ શોભે છે. દુ. કેટલા સુંદર લાગે છે. દુ. જગના તારણહારા છે.દુ. (૨૭૫ J u cation International For Personalvate Use Only

Loading...

Page Navigation
1 ... 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336