Book Title: Bhakta Bharti athva Bhagwat Panchashika
Author(s): Nyayavijay
Publisher: Kantilal Nihalchand

View full book text
Previous | Next

Page 8
________________ ધમ અહંકાર કરવાની નહિ, પણ પાલન કરવાની ચીજ છે. સ્વાદિષ્ટ ભોજનને નહિ ખાતાં તેની બડી બડી તારીફ કરવાવાળાની ભૂખ શાન્ત થતી નથી, તેમ ધર્મનું પાલન નહિ કરતાં ધર્મસમ્પ્રદાયના અહંકારમાં ફસી તેની (પિતાના મજહબની) બડાઈ મારવાવાળ કલ્યાણ સાધી શકતો નથી. ધર્મ બીજે કાઈ નહિ, પણ ધર્મ એક માત્ર માનવધર્મ છે. અને તે છે સત્ય-અહિંસા-ત્રી-સંયમ-સેવા-ત્યાગરૂ૫. અને આ ધમને શિખવે તે ધર્મસમ્પ્રદાય સાચો ધર્મસમ્પ્રદાય. નિઃસન્દ, ભિન્નભિન્ન ધર્મસમ્પ્રદાય આ ધર્મને શિખવવા માટેનાં નાનાં-મોટાં વિલાયો છે. ભિન્નભિન્ન તત્વજ્ઞાન અને ભિન્નભિન્ન ક્રિયાકાંડને ઉપયોગ આ ધર્મની સાધનામાં કરવાનું છે. ક્રિયામાર્ગ હમેશાં ભિન્નભિન્ન જ હોય છે. ભિન્નભિન્નતા એ તેની પ્રકૃતિ છે. અતઃ અન્યની ભિન્ન ક્રિયાપ્રણાલી પર મનને સંકુચિત નહિ બનાવવું જોઈએ. ભગવસ્મરણ, પિતાનાં પાપની નિન્દા (પાપ માટે પશ્ચાત્તાપ) અને કલ્યાણરૂપ ભાવના તથા નિર્દોષ પાવિત્ર્ય જેમાં હવે તે કોઈ પણ ક્રિયા શ્રેયસ્કર છે. કામ-ક્રોધાદિ વિકારોને નિરસ્ત કરવામાં સદા યત્નશીલ સદાચરણ વિવેકી સજજન કાઈપણ ધર્મસમ્પ્રદાયનો બિલ ન ધરાવવા છતાં , આત્મકલ્યાણના ઉત્તુંગ શિખરે જરૂર પહેચવાને. સંસારના પૂર્વકાળના ઉચ્ચ શ્રેણીના સન્તોની ઉપદેશપ્રણાલી ભિન્નભિન્ન હોવા છતાં તે બધાયના ઉપદેશોનું તાત્પર્ય એક જ છે કે-પિતાની ઇન્દ્રિયોને સ્વામી પિતાના આત્માને બનાવે ! માણસો પોતપોતાના ધર્મસમ્પ્રદાયમાંથી અહિંસા સત્યને ઉમદા ભાવ ગ્રહણ કરીને ચાલે તે આ જગત કેવું સુખી અને સુન્દર બને ! શુ. ૧૦-૧૨-'૯ ? પાટણ (ગુજરાત) મુનિ ન્યાયવિજય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38