________________
विशुदं चित्सौख्यं जगति 'सकलानाममुमतां
निजं मौलं रूपं सततममुखार्तास्तदपि ते । दशेयं काम-कुत्पभृतिबहुलादीनववशा
दमी चाज्ञानोत्था विगलतु च तत् त्वत्करुणया!॥८॥ જગના સમગ્ર પ્રાણીઓનું પિતાનું આન્તરિક-મૌલિક– વાસ્તવિક સ્વરૂપ વિશુદ્ધ ચિદાનન્દ છે, એમ છતાં તેઓ હમેશાં દુખાક્રાન્ત રહે છે. આ દશા કામ, ક્રોધ વગેરે દેના વળગાડને આભારી છે, અને એ દેશે અથવા એ દેને વળગાડ અજ્ઞાનને લીધે છે. પ્રભુ તારી કરુણાથી એ અજ્ઞાન નષ્ટ થાઓ!
स्मृतेरैकाइयेणापरिमितमहिम्नस्तव तव
स्तुतेः स्फारोल्लासं गुणगणगरिम्णः सुमहतः। नतेः सोत्साहं ते कुशलकमलाधाम-चरणे
प्रवृत्तेः सौजन्याध्वनि च सफलीस्तान्मम जनिः। ॥९॥ પ્રભુ! તારા અપરિમિત મહિમાને એકાગ્રભાવે મરવાથી, તારા મહાન ગુણગણગરિમાને ઉલ્લસિતપણે સ્તવવાથી, તારાં ચરણ, જે કલ્યાણલક્ષમીનાં ધામ છે તેમને ઉત્સાહપૂર્ણ નમન કરવાથી અને સૌજન્યના સન્માર્ગે વિહરતા રહેવાથી મારો જન્મ સફલ થાઓ ! यथार्थी ते पूजा भवति भगवन् ! सपरितता
त्वदर्चातः साध्या स्वचरितविकासो हि मुधिया । सदाचारस्थस्त्वामनवरतमर्चन् हि भवति
प्रसत्तेस्ते पात्रं भवति च स एवोज्ज्वलगुणः ॥१०॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com