Book Title: Bhagwan Shankaracharya Charit
Author(s): Savailal Chhotamlal Vora
Publisher: Purushottamdas Gigabhai Shah

View full book text
Previous | Next

Page 5
________________ પણ ત્યારે એ ગ્રંથનું અવલંબન કરી આ ગ્રંથનું સંકલન થયું નથી ત્યારે એ આનંદગિરિ શ્રી ભગવાન શંકરાચાર્યના શિષ્ય છે કે પરવર્તી કોઈ આનંદગિરિ છે એ વિષયમાં મારે કાંઈ જેવાનું રહેતું નથી. જે માનનીય મનસ્વીના ચિંતામ્રાત, ભારત વર્ષ વિગેરે પ્રદેશમાં નવ પ્રવાહની સુષ્ટિ કરી દીધી છે. તે મનસ્વીના સમયનું નિરૂપણ ઇતિહાસમાં અવશ્ય નિર્ણત થવું જોઈએ. પ્રાચીનકાળમાં હાલના ધરણું અને એના ઉપર લખાતા ઈતિહાસ પ્રમાણે ઈતિહાસ લખવાની ભારત વર્ષમાં પ્રથા નહોતી. માત્ર ઈસવીસનના ઈ. સ. 1649 માં કહુણ પંડિતે કાશ્મીરનો ઇતિહાસ સંસ્કૃત ભાષામાં લખ્યા છે. કાશ્મીરના જયસિંહ રાજાના સમયમાં કહણ પંડિત તથા કહણને બાપ ચંપક પંડિત,મજકુર રાજાના રાજ સભાસદ હતા.એ ગ્ર થ ઉપરથી રાજાઓનાં ચરિત નિઃસંશય ભાવે કાંક નીકળી શકે છે. રાજતરંગિણમાં કાશમીરના રાજાના લલિતાદિત્યના સમયમાં એક સંન્યાસીનું ટોળું કાશ્મીરમાં આવ્યું હતું એવા લેખ ઉપરથી કેટલાક પંડિત શંકરાચાર્યને તેઓના શિષ્ય સાથે ત્યાં ગયા હતા એવું અનુમાન કરી ભગવાન શંકરાચાર્યને સમય ઈ. સ. 721 ના વર્ષ પૂર્વે હતા એમ નિર્ણય ઉપર આવે છે. શાથી કે રાજતરંગિણીના મતમાં લલિતાદિત્ય 1186 વર્ષના પૂર્વે કાશ્મીરમાં રાજ્ય કરતે હતે. - તેલુગુ ભાષામાં કેરલ ઉત્પત્તિ નામના ગ્રંથથી માલુમ પડે છે કે , ઘણું કરી એક હજાર વર્ષ પૂર્વે કૃષ્ણરાવ જ્યારે શિવરાવ સાથે યુદ્ધ કરતાં પરાજીત થયા ત્યારે શંકરાચાર્ય ' મલબાર પ્રદેશમાં વિદ્યમાન હતા. ' તે પંડિત વેંકટરામ કહે છે કે ઈ. સ. 788 માં ભગવાન શંકરાચાર્યને જન્મ થયો હતો. અધ્યાપક એચ, એચ, વલસન સાહેબ કહે છે કે ભગવાન શંકરાચાય ઇસવીસન 800 કે 900 માં વિદ્યમાન હતા. પ્રાચીન દિગ્વિજય નામના ગ્રંથના ૧૫૭માં પૃષ્ટમાં લખેલ છે કે ઈ. સ. 1143 માં ગુજરાતના રાજા કુમારપાળના સભાસદ હેમચંદ્ર સાથે શંકરાચાર્યને વિવાદ થયો હતો. ધી ઈનીયન આંટીકવરી નામના ગ્રંથમાં લખેલ છે કે ભગવાન શંકરાચાર્ય ઇ. સ. 800 વા 900 માં વર્તમાન હતા. તે TITI II P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 227