________________
હતાં. કોમળ વેલીઓ વૃક્ષથી વિખૂટી પડી ગઈ હતી. વૃક્ષો લાંબા થઈને સૂઈ ગયાં હતાં.
અનન્ત આકાશમાં વિહંગ ગાતાં નહોતાં. અસીમ ધરતી પર ધેનુઓ ચરતી નહોતી. છતાંય જે જે જીવન જાળવી રહ્યા હતા તે ધીરે ધીરે આલસ્ય મરડી ઊઠી રહ્યા હતા. ઘણા ઘણા જાગતા હતા, ફરી જીવન શરૂ કરતા હતા, પણ પેલી નારીનો નર કેમ જાગતો નહોતો ! અરે, એનું મસ્તક કેવું વિભીષણ દેખાતું હતું.
એ હવે શું જાગે ? એની ખોપરીના હાલ તો જુઓ ! મસ્તક વગરનું ધડ તે કદી હાલ્યું.ચાલ્યું છે ? શું ત્યારે એનાં મા-બાપની જેમ એ નર પણ ચિરનિદ્રામાં પોઢ્યો ?
ના, ના. એમ ન જ બને ! આ સંસારમાં કદી એવો બનાવ બન્યો નથી !
યુગલ તો સાથે જ જન્મે, સાથે જ જીવે, સાથે જ અનંત નિદ્રામાં પોઢે, આ સંસારનો એ અવિચળ નિયમ હતો.
ત્યારે આ નરની સખી તો હજી જીવતી હતી, ધબકતા હૃદયે પડખે ઊભી હતી, છતાં એનો સખા કાં ન જાગે ?
કિશોરીએ પોતાના લાક્ષારાગથી રંગેલા કોમળ હાથે એને ઢંઢોળ્યો, ફરીથી ઢંઢોળ્યો પણ જાણે એણે જાગવાની ના પાડી.
દોડીને નારી એને ભેટી, ભેટીને એણે એના અધર ચૂમ્યા, એની બગલમાં ને બીજે ગલગલિયાં કર્યા, પગનાં તળિયે ગલી કરી; પણ રે ! નર ન જાગ્યો. સૂકા કાષ્ઠની જેમ એ પડ્યો જ રહ્યો.
રે નારી ! એ તો મૃત્યુને આધીન બન્યો હતો. કોઈ પણ ચેષ્ટા, કોઈ પણ કૃત્ય, ગમે તેવા શબ્દો એને બેઠો કરી શકે તેમ નહોતા.
ત્યારે આ યુગલિકોના સંસારમાં શું આ કિશોરી એકલી ? સહુ નર-નારી બેકલાં ને આ એકલી ?
મનને - કલ્પનાને ધ્રુજાવતી એક કંપારી નારીના હૃદયમાંથી પસાર થઈ ગઈ.
નારીનાં વિશાળ નયનો લાલઘૂમ બન્યાં. થોડી વારે એમાંથી આંસુ વહી આવ્યાં :
અરે ! આ સંસારમાં હું એકલી ! ન કોઈ સાથી કે ન કોઈ સંગાથી !” ૮ ભગવાન ઋષભદેવ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org