Book Title: Baar Prakarni Hinsa
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan

View full book text
Previous | Next

Page 142
________________ ૧૪૨ બાર પ્રકારની હિંસાઓ તે વખતની સામાજિક પરિસ્થિતિએ પણ આ વલણને મજબૂત બનાવવામાં ઘણો બધો ભાગ ભજવ્યો. માણસનાં વિચારસ્વાતંત્ર્ય, વાણીસ્વાતંત્ર્ય અને વર્તનસ્વાતંત્ર્ય ઉપર ત્યારે ધર્મસંસ્થાનાં સ્થાપિત હિતોની મોટી તરાપ પડી. સૂર્ય પૃથ્વીની આસપાસ નથી ફરતો, પણ પૃથ્વી સૂર્યની આસપાસ ફરે છે, એવા કોપરનિકસ અને ગેલિલિયોના પ્રતિપાદન માટે તેમને ખૂબ જ રંજાડવામાં આવેલા અને તેમના પર ભારે જુલમ ગુજારવામાં આવેલો. એવી જ રીતે બ્રુનોને ધર્મવિરોધી જાહેર કરી જીવતો સળગાવી મૂકવામાં આવેલો. સ્પિનોઝા જેવા સંત પ્રકૃતિના માણસને પણ તેની સમકાલીન ધાર્મિક સંસ્થાઓએ ધર્મભ્રષ્ટ અને નાસ્તિક કહી ખૂબ ખૂબ સતાવેલો. વિજ્ઞાનયુગના આરંભકાળની વિપરીત સામાજિક પરિસ્થિતિની ઘેરી અસર તે વખતના વિચારકો અને નવા નવા વિજ્ઞાનના ખેડણહારો ઉપર પડી. નવા પાંગરી રહેલા વિજ્ઞાનના નિયમો અને પરહેજીઓ વગેરે ગોઠવવામાં આ વસ્તુઓ પણ ઘણો ભાગ ભજવ્યો. આના પ્રત્યાઘાતરૂપે વિજ્ઞાનયુગની નવી વિચારસરણીના મનીષીઓએ વિજ્ઞાનને ધર્મ વગેરેથી સંપૂર્ણપણે મુક્ત રાખવાનું વલણ અપનાવ્યું. માનવના વિચાર અને વ્યવહાર ઉપર કોઈ બાહ્ય નિયંત્રણ ન ખપે અને જેના ઉપર માણસનું પોતાનું પ્રત્યક્ષ નિયંત્રણ ન સંભવતું હોય, એવી કોઈ આંતરિક ચીજો પણ ન ખપે. પરિણામે, ઈન્દ્રિયગોચર જ્ઞાન અને તર્કબુદ્ધિ ઉપર જ બધો મદાર રહ્યો. જેને તોલમાપી શકાય, તર્કબુદ્ધિથી જેના અફર ને ચોક્કસ નિયમો બાંધી શકાય, તે જ વૈજ્ઞાનિક ગણાય. આની બહારનું તે બધું અવૈજ્ઞાનિક, અને તે હવે માણસના કામનું નહીં. આધુનિક બુદ્ધિવાદના જનક દકાર્ત જાહેર કરી દીધું કે, “જેમણે સત્યના ધોરી માર્ગે ચાલવું હોય, તેમણે ગણિત અને ભૂમિતિ જેવા ચોક્કસ ને અફર નિયમો જેને લાગુ ન પડી શકે એવી કોઈ પણ ચીજ તરફ ધ્યાન જ ન આપવું... માત્ર તર્કબુદ્ધિ જેની સાબિતી આપે, એ જ વાત માનો.' આનો અર્થ એ થયો કે, આત્માને ન તોલી શકાય, ન માપી શકાય, ન પ્રયોગશાળામાં તેને સાબિત કરી શકાય, તો પછી વિજ્ઞાનના ક્ષેત્રમાં તેનું અસ્તિત્વ જ શી રીતે સંભવી શકે? વિવેકબુદ્ધિ, પાપપુણ્ય, ઈષ્ટ અનિષ્ટ, નીતિ અનીતિ વગેરેનું પણ એવું જ. તે બધા સાથે પણ વિજ્ઞાનને કશું નહાવા-નિચોવવાનું નથી. વિજ્ઞાનની પદ્ધતિ મૂલ્ય-નિરપેક્ષ છે. માટે જીવનમાં મૂલ્યો અને અર્થપૂર્ણતાની વાત કરવી નિરર્થક છે. જીવન એક અકસ્માત છે, તેનો ન કોઈ પરમ હેતુ છે, ન કોઈ અર્થ ના જીવનનું અને જગતનું દશ્ય અને ભૌતિક પાસું જ સાચું છે.

Loading...

Page Navigation
1 ... 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192