Book Title: Baar Prakarni Hinsa
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan

View full book text
Previous | Next

Page 173
________________ બાર પ્રકારની હિંસાઓ ૧૭૩ સંપત્તિઓનો સિંહફાળો રહેવાનો છે. માટે જ વરઘોડા, ઉજમણાં, સંઘ, ઉપધાન વગેરે થોડી ઓછી સમજથી ભાવુકો કરે તો ય હાલ તો કરવા દેવા. એના દ્વારા જ તે લોકો સત્સંગ, જિનવાણી શ્રવણ, સધાર્મિકોનો પરિચય વગેરે પામીને ધર્મ તરફ વળતા હોય છે. જો આ બધું – ધુમાડા કહીને, ખોટો ખર્ચ કહીને, ગરીબોની સેવા વગેરેને આગળ કરીને - બંધ કરાશે તો ધર્મતત્ત્વને પમાડતી આ હાલતા-ચાલતી (મોબાઈલ) યુનિવર્સિટી બંધ પડી જતાં જૈનધર્મને ભારે નુકસાન પહોંચી જશે. બંધ કરવા જ હોય તો પહેલાં સિનેમાં બંધ કરો. દેરાસરો નહિ. હોટલો બંધ કરો; આયંબિલખાતા નહિ; ધન ગણવાનું બંધ કરો; નવકારવાળી ગણવાનું નહિ; માથેરાન-શીમલાના પર્યટનો બંધ કરો; સંઘો નહિ. ડીસ્કો બંધ કરો; નાની બાળાઓના જિનાલયના ગરબા નહિ. એ અધિકરણો (દુર્ગતિ પ્રાપ્ત વસ્તુઓ)ની સામે અમારા ઉપકરણઓની સેના સદા સજ્જ બનીને ઊભી રહેશે : લડતી રહેશે. જે કુટુંબોમાં નાસ્તિકતા પ્રસરી છે; ભોગરસ તીવ્ર બન્યો છે; ત્યાંથી પૂજાણી ચરવાળો વગેરે સાફ થઈ ગયા છે! નાસ્તિકતાના છરાએ તે સંપત્તિની કતલ કરી છે. પણ આ તો કૌટુંબિક સ્તર ઉપર કતલ થઈ. સામાજિક સ્તર ઉપર ભેટ-સોગાદ, ચાંલ્લો વગેરરૂપે આવી સંપત્તિ પૂર્વે અપાતી હતી તે હવે ટી.વી., રેફ્રીજરેટર વગેરેના સ્વરૂપમાં ભેટ થતાં સફાચટ થઈ છે. વળી રાજકીય સ્તર ઉપર કાયદાના ખંજરોથી આ સંપત્તિની હત્યા કરાઈ છે. તાજેતરમાં જ આવી રહેલા ગીફટ ટેક્સ, પૂર્વે આવેલા ટ્રસ્ટ એક્ટ વગેરે દ્વારા ઘણીબધી સંપત્તિનો સરકારે કબજો લીધો છે. તેમાં ઘટાડો કરવાની ફરજ પાડી છે. સો વર્ષ પુરાણી તમામ સંપત્તિઓ-મૂર્તિ-મંદિર - શાસ્ત્રો વગેરે ઉપર સરકારે કાયદો કરવા દ્વારા પોતાની માલિકી જાહેર કરી છે. અને જરૂર પડે તો તે ચીજોને ટુરીસ્ટોના આકર્ષણ માટે દિલ્હી વગેરે મહાનગરોના મ્યુઝિયમોમાં મૂકવાની સત્તા પણ મેળવી લીધી છે! કેવા જૈન-અજૈન ધર્મપ્રેમી લોકો ઊંઘતા ઝડપાઈ ગયા! મુદ્રણકાર્ય દ્વારા શાસ્ત્રોના દીર્ઘ આયુષ્ય ટુંકાવી દેવાયા છે! શી ખબર હજી કેટલા નવા કાયદાના છરા ઊભા થઈને આ સંપત્તિઓની કતલ કરતા રહેશે. પૂર્વે નહેરૂના સમયમાં ધાર્મિક ટ્રસ્ટોની સ્થિતિનો અભ્યાસ કરવા માટે આયંગર કમિશન નિમાયું હતું. તેણે રજૂ કરેલા અહેવાલમાં એક વાત - ખૂબ જ ગંભીર કહેવાય તેવી કરી છે કે આ દેશ સેક્યુલર સ્ટેટ હોવાના કારણે કોઈ પણ વ્યક્તિની

Loading...

Page Navigation
1 ... 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192