Book Title: Baar Prakarni Hinsa
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan

View full book text
Previous | Next

Page 180
________________ ૧૮૦ બાર પ્રકારની હિંસાઓ શાસ્ત્ર (મતિ) હિંસા (૧૦) પરહિંસા કરતાં સ્વહિંસા ભયંકર છે. તેમાંય ઉત્તરોત્તર સ્વહિંસા વધુ ભયંકર છે. સંપત્તિ હિંસા કરતાં સંઘસત્તાની હિંસા વધુ ભયંકર, કેમકે સંઘસત્તા રહે તો લોકસત્તાની સામે પડીને સંપત્તિઓનું પુનઃનિર્માણ કરી શકાય. સંઘસત્તા કરતાં ય શાસ્ત્રમતિ વધુ મહાન છે. કેમકે સંઘ પોતાની સત્તા ચલાવે છે તે શાસ્ત્રમતિના આધારે ચલાવે છે. સંઘનું પ્રાણતત્ત્વ શાસ્ત્રમતિ છે. શાસ્ત્રમતિથી જ સંઘે કામ કરવાનું છે. જિનશાસનમાં સ્વમતિ કે બહુમતિ તો નથી જ ચાલતી પણ સર્વાનુમતિ ય નથી ચાલતી. અહીં તો શાસ્ત્રમતિ જ ચાલે છે. ભલે પછી તેવી શાસ્ત્રમતિ એક જ ગીતાર્થ સાધુ પાસે હોય અને તેની સામે તમામ લોકો હોય. શાસ્ત્રમતિ પ્રમાણે જ કામ કરવાનો – અરે ! વિચાર પણ કરવાનો –આગ્રહ રાખનાર પુરુષ ખરેખર મહાત્મા ગણાય. એવા કપરા સંયોગમાં તેને વળગી રહેનાર આત્મા ક્યારેક પેલા સાવદ્યાચાર્યની જેમ તીર્થંકર નામકર્મનો બંધ કરે, પણ સબૂર! એમાં ગરબડ કરે, અને લોકહેરીમાં તણાઈને લોકમતિ કે સ્વમતિ પ્રમાણે કામ કરે તો તેનાં તીર્થકર નામકર્મના દળીયા વીખરાઈ પણ જાય. કોઈ આચાર્યના ૫૦૦ શિષ્યોએ શ્રી વાસુપૂજ્ય સ્વામીજી ભગવંતની તીર્થયાત્રા કરવાનો એકમતે વિચાર કર્યો. તે વખતે વરસાદ ખૂબ થયેલ; લીલ વગેરે પણ હતી એટલે તે વિરાધનાને ધ્યાનમાં લઈને ગીતાર્થ ગુરુએ યાત્રાનો નિષેધ કર્યો. પણ અગીતાર્થ શિષ્યોએ હઠ પકડી. તેઓની પાસે સર્વાનુમતિનું બળ હતું એટલે ઉશૃંખલ બનીને બધા એક દિવસ નીકળી ગયા. ગીતાર્થ ગુરુ તેમની પાછળ પડ્યા. શક્ય તેટલાને અટકાવવાની તેમની ઈચ્છા હતી. પરંતુ પેલા ઉશૃંખલ સાધુઓ તો ઘાસ ઉપર પણ દોડવા લાગ્યા. ગુરુ તો ખૂબ સાવધાનીથી નિર્જીવ ભૂમિ ઉપર જ ચાલીને આગળ વધવાના આગ્રહી હતા. આથી તે એક જ બાળસાધુને પકડી લઈને રોકી શક્યા. એ જ વખતે વિકરાળ સિંહ ધસી આવ્યો. બે ય ગુરુ અને બાળસાધુ અંતિમ

Loading...

Page Navigation
1 ... 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192