Book Title: Baar Prakarni Hinsa
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan

View full book text
Previous | Next

Page 178
________________ ૧૭૮ બાર પ્રકારની હિંસાઓ કરવા પૂરતી આચાર્ય (સંત)ની સત્તા તો ખરી જ. જ્ઞાતિના બનેલા સામજિક સ્તરના વડા અને વેપારના ક્ષેત્રના શાસક હતા; રાજકીય સ્તરના શાસક, તે ક્ષેત્રના વડા રાજા હતા. પરંતુ અનુશાસક તો તમામ સ્તરે આચાર્ય હતા. તેઓ ધાર્મિક સ્તરના શાસક પણ હતા. સામાજિક વગેરે ક્ષેત્રોમાં જો કોઈ પણ અનુચિત નિર્ણય લેવાય; જો કાંઈ આપખુદી વપરાય તો સંતો તેનું અનુશાસન અવશ્ય કરે. અનુશાસન એટલે ખોટું થતું અટકાવવા માટેનું નિયંત્રણ. આ સામાજિક, આર્થિક અને રાજકીય સ્તર ઉપર શાસન નહિ પરંતુ અનુશાસન તો સંતોનું જ રહેતું. આમ હોવાના કારણે તીર્થંકરદેવ સ્થાપિત શ્રીસંઘને લોકસત્તા કરતાં રાજસત્તા અને સંતસત્તા સાથે વધુ મેળ બેસતો. - કાશ! આજે તો લોકસત્તાને સંઘસત્તા સામે ખડી કરી દેવાઈ છે. લોકસત્તાના છરાથી સંઘસત્તાની કતલ ચાલી છે. લોકસત્તા એટલે લોકશાસન; જેમાં નોકરોના (પછાતોના) વિચારો ઉપર -ઉપરવાળા : શેઠ, મહાજન, સંઘ, અને સંતોએ સ્વીકારવા પડે. જ્યાં નીચેના વિચારો ઉપર જાય ત્યાં પ્રજાની અધોગતિ થાય તેમાં કોઈ આશ્ચર્ય નથી, કેમકે લોક તો ગતાગતિક હોય છે. એની પાસે સૂક્ષ્મ બુદ્ધિ હોતી નથી. જ્યાં ઉપરના વિચારો નીચે જાય ત્યાં એ પ્રજાની ઊર્ધ્વ ગતિ થાય. આંખ સામે આ અધોગતિ જણાઈ રહી છે. સંતતિનિયમન, ગર્ભપાત, રક્તવીર્યનાં દાન, આંતર-લગ્નો, ધર્મનિરપેક્ષ રાષ્ટ્ર, ગર્ભપાત અને છૂટાછેડાની કાયદેસરતા, હુંડીયામણની ઘેલછા, સત્તાની કારમી લાલસા, સ્વાર્થાન્ધતા, જાતીયવૃત્તિઓનો બેફામ પ્રસાર, ફેશન વ્યવસનોની નિર્લજ્જ પ્રવૃત્તિઓ વગેરેને ચિક્કાર પ્રોત્સાહન મળ્યું છે. અહીં સારી તમામ વાતોને, પરંપરાઓને, મર્યાદાઓને ધરતીમાં દાટી દેવાઈ છે. અહીં વડીલોની આમન્યા સફાચટ કરાઈ છે. ભૂત-પ્રેતના બીભત્સ ચાળા કરતાં ટોળાની જેમ અહીં-લોકસત્તામાં-હલકા વિચારોના ટોળેટોળાં ચોમેર ભમી રહ્યાં છે, એમનું બીભત્સ સ્વરૂપ પ્રસારી રહ્યાં છે. લોકશાસનના જબરા પુરસ્કર્તાઓમાંના એક ગણાતા બ્રિટનના ચર્ચિલે કહ્યું છે કે, “પ્રજાનાં સુખ, શાંતિ અને આબાદી માટેની લોકશાહી પદ્ધતિને હું સારામાં

Loading...

Page Navigation
1 ... 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192