Book Title: Baar Prakarni Hinsa
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan

View full book text
Previous | Next

Page 177
________________ બાર પ્રકારની હિંસાઓ ૧૭૭ વાત સાબિત કરે છે કે તેઓએ પણ જિનશાસનની સેવામાં પોતાનો સંપૂર્ણ સહયોગ આપવાનો છે. સાધુ, સાધ્વીજીઓએ પણ ઉત્તમ કક્ષાના શ્રાવક-શ્રાવિકાઓની અશાતના ન થઈ જાય તેની કાળજી કરવાની છે. આ સંઘનું અઢાર કોમમાં માન હતું; વર્ચસ્વ પણ હતું. એક વાર પાલણપુરના નવાબ સાહેબ પાસે કોઈ કાર્ય માટે સંઘના અગ્રણીઓ - મહાજનો - ગયા, તે વખતે નવાબશ્રીએ જમતાં જમતાં તેમની સાથે વાતો કરી. જમી રહેલા નવાબના શાહજાદાએ રસોઈયાને બૂમ પાડીને કહ્યું, “મચ્છી લાવ.” અને... નવાબસાહેબનો પિત્તો ગયો. તેમણે તરત એક લાફો શાહજાદાને લગાવી દીધો અને કહ્યું કે, “મહાજન બેઠું છે; તેની તને જરાય શરમ નથી આવતી કે તું મચ્છી મંગાવે છે?' ભૂતકાલીન રાજાઓ વગેરે શ્રીસંઘના મહાજનનું ભારે માન સાચવતા. તેમની વાતોને ખૂબ ગંભીરપણે ધ્યાનમાં લેતા. આ “મહાજન' એ જ જૈનધર્મની સાચી સંસ્થા ગણાય. જે આજે પણ પાંજરાપોળ વગેરે પ્રાચીન સંસ્થાઓનું સંચાલન કરે છે. પરમાત્મા મહાવીરદેવના શાસનકાળમાં તે પરમકૃપાળુંના નિર્વાણ પછી સિત્તેર વર્ષે થયેલા જૈનાચાર્ય શ્રીરત્નપ્રભસૂરિજીએ “મહાજન' સંસ્થાની વિધિસર સ્થાપના કરી હતી. પૂર્વે આપણે જોયું કે આ ભારતવર્ષમાં પ્રજાના સાચા હિત માટે જે કાંઈ થતું તેમાં ઉપરથી નીચે વિચારોનું અવતરણ થતું. તારક તીર્થ કરદેવ સૌથી ઉપર છે. તેઓશ્રીએ પ્રરૂપેલી વાતો ક્રમશઃ નીચે નીચેના ગણધરો, આચાર્યો, શ્રીસંઘનું મહાજન, કૌટુંબિક વડાઓ, સંતાનો અને નોકરો વગેરે સ્વીકારતા. ઉપરની કક્ષાના આત્માઓમાં અતિ ઉત્તમ વાતો જ હોય; ત્યાં પ્રજાની અહિતકર કે નબળી વાતોને તો સ્થાન જ ન હોય એ સહજ છે. આવી વાતોને ઠેઠ નીચેના સ્તર સુધી સહુ સ્વીકારે તો સહુનું હિત જ થાય તે વાત પણ સહજ છે. કુટુંબમાં વડીલો છે અને દીકરાઓ, વહુઓ અને નોકરાય છે. વડીલોની વાત નોકરો સુધીના તમામે સ્વીકારવી જોઈએ. નોકરોની વાત વડીલો સુધીના સહુ સ્વીકારે તો કુટુંબનું સત્યાનાશ નીકળી જાય; કેમકે નોકરો પાસે તેવો બોદ્ધિક કે આત્મિક વિકાસ જ નથી. તેમની વાતોમાં એકાન્ત સહુનું હિત કયાથી હોઈ શકે ! મેં પૂર્વે જણાવ્યું હતું કે પ્રજાના ધાર્મિક સ્તર ઉપર શ્રીસંઘના આચાર્યની સત્તા હોવા છતાં બાકીના સામાજિક, આર્થિક અને રાજકીય સ્તરો ઉપર પણ અનુશાસન

Loading...

Page Navigation
1 ... 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192