Book Title: Baar Prakarni Hinsa
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan

View full book text
Previous | Next

Page 189
________________ બાર પ્રકારની હિંસાઓ ૧૮૯ શત્રુસૈન્ય ઉપર વિજય મેળવે, તેના કરતાં એક આત્મા; ક્ષમા વગેરે દ્વારા પોતાના ક્રોધ વગેરે એક દોષ ઉપર જે વિજય મેળવે તો વિજય ઘણો મહાનું છે; કેમકે ક્રોધ દ્વારા સંભવિત એક કરોડ ભવોમાં થનારી પોતાના જીવની એક કરોડ વારની હિંસામાંથી; અને તે એક કરોડ ભવમાં બીજા અનન્તા જીવોની-પોતાના દ્વારા થનારી હિંસાથી તેણે નિવૃત્તિ મેળવી છે. દેવાધિદેવ પરમાત્મા મહાવીરદેવે કહ્યું છે કે, “હે માનવ! તું બહારની કોઈ માથાકૂટમાં ન પડ. તું તારો આંતરસંગ્રામ ખેલી નાંખ. તારા આંતરદોષોને તું ખતમ કરી નાખ કેમ કે એ દોષો તને ખતમ કરી રહ્યા છે. રાગાદિ દોષોની અશુભ પરિણતિઓ એ સ્વરૂપ (જિન) શાસનને ખતમ કરતી ભયંકર છરી છે. રાગાદિ દોષોની પરિણતિનો નાશ કે તેમાં ભારે મંદતા એ જ સ્વરૂપ-શાસન છે. એનું જ નામ; જિનશાસન છે. સામાયિક, પૂજા, પ્રતિક્રમણ વગેરે તમામ બાહ્ય ધર્મોથી પણ શ્રેષ્ઠ આ જિનશાસનને કહ્યું છે. પ્રધાન સર્વ ધર્માણાં, જેન જયતિ શાસનમ્) કેમકે રાગાદિ દોષોની મંદતા વિનાના સામાયિક વગેરે ધર્મો કદી મોક્ષ આપી શકતા નથી. કાં રાગાદિ દોષો માંદા પડે અથવા છેવટે તેમનાથી મુક્તિ પામવાનું લક્ષ હોય; તેનો જ પક્ષ હોય તો ય સામાયિક વગેરે ધર્મક્રિયાઓથી મોક્ષ મળી શકે પણ આ મોક્ષલક્ષ અને ગુણ-પક્ષ પણ ન હોય; તે – પામવાની ઈચ્છા પણ ન હોય તો તો સામાયિકાદિ ધર્મક્રિયાઓ મોક્ષ પમાડવાની બાબતમાં ધરાર નિષ્ફળ બની જાય. હા. પછી તેમના દ્વારા સ્વર્ગાદિ જરૂર મળે; પરંતુ તેમને પામવા માટે સાચો જૈન કદી સામાયિકાદિ કરે નહિ. સ્વર્ગદિ તો નારક જેટલા જ ભૂંડા છે. એક લોઢાની બેડી છે તો બીજી સોનાની પણ બેડી તો છે જ. ભગવાન જિનેશ્વરદેવોએ દ્રવ્યહિંસા અને ભાવહિંસા એમ બે પ્રકારની હિંસા જણાવી છે. દ્રવ્યહિંસા મુખ્યત્વે અન્ય જીવોની હિંસા આવે. જ્યારે ભાવહિંસામાં પોતાની શુભ અને શુદ્ધ પરિણતિની હિંસા આવે. કોઈ પણ દ્રવ્યહિંસા (કદાચ) ન કરતો પણ સાધુ ક્રોધાદિ કરવા દ્વારા પોતાના સ્વરૂપની ભાવહિંસા જરૂર કરી શકે છે. આ ભાવહિંસા જ સહુથી ભયંકર કોટિની હિંસા છે. રાગાદિ અશુભ પરિણતિઓના છરા દ્વારા આ ભાવહિંસા થાય છે. આ હિંસક જીવ પોતાને તો મારે જ છે; કરોડોવાર; પરંતુ અન્ય અનંત જીવોને પણ સતત મારતો રહે છે. જો આ ભાવહિંસા બંધ કરી દેવાય તો આખું વિશ્વ એ ભાવદયાળુ આત્માઓના પુણ્યપ્રભાવે સાચા સુખ, શાંતિ અને આબાદીના માર્ગે વળવા લાગે. આ હલાહલ કલિકાલ ચાલે છે માટે બે-પાંચ કે પચાસ ભાવદયાળુ આત્માઓથી

Loading...

Page Navigation
1 ... 187 188 189 190 191 192