Book Title: Baar Prakarni Hinsa
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan

View full book text
Previous | Next

Page 192
________________ 192 બાર પ્રકારની હિંસાઓ માળખામાં માબાપોને રસ પડતો હોય તો તેમનાં બાળકોને વિકૃતિઓના ઝંઝાવાતમાંથી ઉગારી લેવા માટે તપોવનમાં કમસેકમ ત્રણ વર્ષ માટે તો મૂકવાં જ જોઈ. બાળક તો નાદાન છે. એના ભાવિના ભવ્ય ઘડતરના આ કામમાં અને ક્યાંક અગવડતા પડે, એની ઘરેલું સ્વચ્છંદતાને અહીં પોષણ ન મળે તેથી તે તપોવનમાં દાખલ થવામાં અરુચિ બતાડે તો કઠણ કાળજાના બનીને પણ માબાપોએ બાળકોના સમગ્ર જીવનના હિતમાં તેને ત્રણ વર્ષનું સંસ્કરણ તપોવનમાં અપાવવાનો નિર્ણય કરવો જ જોઈએ. યાદ રાખો : લાડમાં કે લાગણીમાં માબાપો તણાશે તો બાળકોના જીવનને આરંભમાં જ એવું મોટું નુકસાન થઈ જશે જે જીવનભરમાં ભરપાઈ થશે નહિ : જેનાથી આખું કુટુંબ ત્રાહિમામ્ પોકારી જશે. ના... હવે શા માટે ક્રિશ્ચિયાનિટીનો જ પ્રચાર કરવાની નેમવાળી કોન્વેન્ટસ્કૂલમાં આપણાં બાળકો જાય? હવે તો માત્ર તપોવન એ જ આપણાં સંતાનોનો તરણોપાય.

Loading...

Page Navigation
1 ... 190 191 192