Book Title: Baar Prakarni Hinsa
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan

View full book text
Previous | Next

Page 188
________________ ૧૮૮ બાર પ્રકારની હિંસાઓ શાસન (સ્વરૂપ) હિંસા (૧૨) શાસન એટલે જિનશાસન. જિનશાસન એટલે તારક તીર્થંકરદેવોએ સ્થાપેલી (પ્રકાશેલી) વિશ્વમાત્રના સર્વ જીવોનું હિત આરાધવામાં સમર્થ સંસ્થા. આ સંસ્થા કોની ઉપર પોતાનું શાસન ચલાવે છે? ઉત્તર-પોતાની જાત ઉપર. –પોતાના-સ્વરૂપ ઉપર. - જિનનું જ સ્વરૂપ છે એ જ આપણા આત્માનું સ્વરૂપ છે. બે ય અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્ર, અનંત સુખથી સંપન્ન છે. અનંતગુણી છે. એટલે જિનશાસન = સ્વરૂપશાસન થયું. જિનના શાસન દ્વારા; સ્વરૂપ ઉપર શાસન કરાય છે, તેથી સ્વરૂપ પ્રગટ થાય છે. સ્વરૂપ ઘણી બધી રીતે બગડેલું છે. તેમાં કામ, ક્રોધ, રાગ, દ્વેષ, મિથ્યાત્વ, અવિરતિ વગેરે કેટલાય તત્ત્વો પેસી ગયા છે, તેમને ખતમ કરવા–તેમને ખૂબ ઘટાડી નાખવા તે જ સ્વરૂપ ઉપરનું આપણું શાસન. અનંતકાળથી જીવનું જે સંસારભ્રમણ ચાલે છે તેમાં મુખ્ય કારણે તેની રાગ-દ્વેષાદિની અશુભ પરિણતિઓ છે. તેમને કાં ખતમ કરવી જોઈએ; કાં સાવ ઘટાડી નાખવી જોઈએ. જો હજુ પણ રાગ, દ્વેષ કરાય તો તે પરિણતિઓ વધુ મજબૂત થાય, તેથી ભવભ્રમણ વધે. જીવમાત્રની હિંસાનું મૂળ કારણ આપણી વીતરાગ-સ્વરૂપ અવસ્થાની સતત કરાતી હિંસા છે. ક્રોધથી ક્ષમાની; ધિક્કારથી વાત્સલ્યની, કામથી શીલની, ઈર્ષાથી ગુણનુરાગની, નિષ્ફરતાથી કરુણાની, સ્વાર્થતાથી પરાર્થરસિકતાની આપણે પળે પળે કતલ કરી નાખવા દ્વારા આત્માના વીતરાગ સ્વરૂપની કતલ કરીએ છીએ. પછી તે રાગી, દ્વેષી, ક્રોધી બનેલો આત્મા પોતાના લાખ્ખો ભવો, દરેક વખતે વધારીને ભવભ્રમણ કરે છે. એ વિરાટ ભવભ્રમણમાં તે જીવ બીજા અગણિત-અનંત-જીવોનો કચ્ચરઘાણ બોલાવે છે. જો તે પોતાના વીતરાગસ્વરૂપને જિનશાસન દ્વારા પ્રગટ કરીને મુક્તિના પરમધામે પહોંચી જાય તો અનંત જીવોની કતલ બંધ થઈ જાય. આ વાત ઉત્તરાધ્યયન સૂત્રમાં કહી છે કે, એક સેનાપતિ દસ લાખ માણસોના

Loading...

Page Navigation
1 ... 186 187 188 189 190 191 192