Book Title: Baar Prakarni Hinsa
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan

View full book text
Previous | Next

Page 174
________________ ૧૭૪ બાર પ્રકારની હિંસાઓ સમાજની જે તે ધાર્મિક વસ્તુ ઉપર (માળા વગેરે ઉપર) માલિકી હોઈ શકે નહિ. માળા તો સરકારની... હા; જપ તે ધર્મી માણસનો. મંદિર તો સરકારનું.. હા. પૂજા તે પૂજક માણસની. ઉપાશ્રય તો સરકારનો; સામાયિક માત્ર તેના સાધકનું. જો સરકાર આ રીતે આગળ વધતી રહે તો ઘણીબધી ધાર્મિક સંપત્તિઓ કાં પોતાનું સ્વરૂપ ગુમાવશે, કાં નષ્ટ થઈ જશે. ખરેખર તો મોહરાજના જેટલા સાધનો (હોટલ, સિનેમા, જીમખાના, ડીસ્કો વગેરે કુલબો આદિ) વધે તેમ તેની સામે - છેવટે એકની સામે એક બરોબર - તો ધર્મરાજની સંપત્તિઓ ઊભી થવી જ જોઈએ. જેમ વિરાધનાની સામે આરાધના ટક્કર લે, તેમ વિરાધના (પાપ)નાં સ્થાનોની સામે આરાધનાનાં સ્થાનો જ ટક્કર લે; અને વિરાધનાની ક્રિયાઓની સામે આરાધનાની ક્રિયાઓ જ ટક્કર લઈ શકે. વિમાન-યુદ્ધની સામે વિમાન-યુદ્ધ જ જોઈએ ને! ભૂતકાળમાં હસ્તિદળ સામે હસ્તિદળ ગોઠવાતું; અશ્વદળ સામે અશ્વદળ જ ગોઠવાતું. ફાગણ સુદ તેરસ વગેરેની શત્રુંજય તીર્થયાત્રાદિ જૈનોમાં અને કુંભમેળો, અષાઢી રથયાત્રા, ગણેશ મહોત્સવ વગેરે અજેનોમાં જે થાય છે તેની પાછળ વિરાટ હિન્દુ પ્રજામાં ધાર્મિક ભાવનાઓને જીવંત કરવામાં થાય છે; વળી હિન્દુ-એકતા માટે તે ખૂબ જ સફળ આયોજનો છે. દેશી-ગોરાઓ આ બધું કાયમ માટે બંધ થાય તે માટે તે પ્રસંગોમાં હુલ્લડ વગેરે કરાવીને અશાંતિ સર્જે છે. પણ કોઈ પણ હિસાબે આ પર્વોત્સવો બંધ થવા ન જોઈએ. તેમ થતાં એકતા અને જીવંત ધર્મભાવનાની સંપત્તિની કતલ થઈ જશે. હાલની સર્વધર્મનાશની ઝેરી હવાના સમયમાં સમ્યકત્વ ને મિથ્યાત્વના સૂમચિંતનથી મૂલવીને તે રીતે જાહેરમાં ઉપદેશવા જોઈશે. આ દેશમાં તો શંત્રુજ્ય તીર્થનો કંકર કંકર શંકર છે; નદીની રેતીનો પ્રત્યેક કણ પાપહર છે; માટે જ યજ્ઞોપવીતની ક્રિયા વખતે વિપ્ર બટુકો નદીતટની માટીને માથે ચડાવીને બોલે છે, “હે માટી! મારા પાપોનો નાશ કર!” “મૃત્તિકે! હર મે પાપમ્”

Loading...

Page Navigation
1 ... 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192