Book Title: Baar Prakarni Hinsa
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan

View full book text
Previous | Next

Page 171
________________ બાર પ્રકારની હિંસાઓ ૧૭૧ માનવોના-મહાપુણ્ય કરીને યોગસાધના કરવા માટે તમારે ઘરે જન્મ પામેલા સંતાનોના-સુસંસ્કારોની હત્યા એ તો અતિ ભીષણ અને ભયાનક હત્યા ગણાય. સંસ્કાર જ માણસને માણસ બનાવે છે. શિક્ષણ તો માણસને માણસાઈ વિનાનો ડૉક્ટર, વકીલ કે પ્રધાન વગેરે જ બનાવી શકે છે. તમારુ સંતાન વિવેકાનંદ, શિવાજી, ભગતસિંહ, ધર્માત્મા કુમારપાળ, વસ્તુપાળ, મયણા, સુલસા, મીરાં કે અનુપમા બને! હેમચન્દ્રાચાર્ય કે હીરસૂરિજી બને એવી શું તમારી કોઈ મહત્ત્વાકાંક્ષા જ નથી? શું તમે તમારાં બાળકોમાં અમિતાભનાં કે શ્રીદેવીનાં દર્શન કરવા માગો છો? નહેરુનાં કે ઈન્દિરાનાં દર્શન કરવા માગો છો ? હાય! તો તો અમારે હાથ ધોઈ નાંખવા પડશે; આવા ગંભીર વિષયોની ચિંતા કરવામાંથી! જ્યારે આર્યાવર્તની સમસ્ત આર્ય - મહાપ્રજા પશ્ચિમની જીવનશૈલીની ગગનસ્પર્શી આગની જ્વાળાઓમાં પૂરી ફસડાઈ ગઈ છે ત્યારે કોકે તો જાગવું જ પડશે; કોકે જીજાબાઈ કે અનસૂયા બનવું જ પડશે. કોક શિક્ષકે ક્ષીરકદંબક બનવું જ પડશે. કોક સંતે તો શીલગુણસૂરિજી કે કાલકસૂરિજી યા કુમારિલ ભટ્ટ બનવું જ પડશે. બધા જ ઊંઘતા રહેશે તે કેમ ચાલશે? વેણીભાઈ પુરોહિતનું એક કાવ્ય મને યાદ આવે છે. ૧ આપણામાંથી કોક તો જાગે. બાપદાદાની બાંધેલ ડેલી, એક ફળીબંધ હોય હવેલી. ગામની ચિંતા ગોંદરે મેલી, એ ય નિરાંતે લીમડા હેઠે... ઢોળીઆ ઢાળી, સહુ સૂતા હોય એમ કાં લાગે? આપણામાંથી કોક તો જાગે.' અંતે, એટલું જણાવીશ કે પહેલાંની છ હિંસાઓ પરહિંસા છે. જ્યારે આ સાતમી સંસ્કારહિંસા તે સ્વહિંસા છે. પરહિંસા કરતાં સ્વહિંસા, ખૂબ વધુ ભયાનક હોય છે. તે તો કદી ન કરવી જોઈએ.

Loading...

Page Navigation
1 ... 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192