Book Title: Baar Prakarni Hinsa
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan

View full book text
Previous | Next

Page 170
________________ ૧૭૦ બાર પ્રકારની હિંસાઓ જાગ્રત કરી દે; સુસંસ્કારોને ખતમ કરી નાખે તેવા કુનિમિત્તોના ઢગલેઢગલા તસુ તસુ ભૂમિ ઉપર ગોઠવી દીધા છે. એકલું કાજળ વરસી રહ્યું છે; અહીં વસ્ત્રને ઊજળું રાખવાનું શી રીતે શક્ય બને ! ચારે બાજુ આગ લાગી ગઈ છે. અહીં દાઝયા વિનાના રહેવું તો સંતોનેસંસાર ત્યાગીઓને પણ ભારે પડી જાય તેવું છે. જરાક આંખ ક્યાંક નાખો કે તરત બીભત્સ, અશ્લીલ પોસ્ટર જોવા મળી જશે. જરાક કોઈ ગીતને કાન દો કેં તરત વાસના ભડકી જશે. માવો, દારૂ, ડ્રગ્સ, ડીસ્કો, પોપ સંગીત, વિડીઓની બ્લ્યુ ફિલ્મો, બ્યુટી પાર્લરોના કૌભાંડ, વિડીઓ ગેઈમનો જુગા૨, માંસાહાર, દાણચોરી, કાળાબજાર, ભ્રષ્ટાચાર, ખૂનખરાબાથી માંડીને માફીયાગીરી... વગેરેથી આ ભારતની મહાપ્રજા... ખાસ કરીને નવી પેઢી : ઘણી બધી યુવતીઓ; ઘણા બધા યુવાનો - ઘેરાઈ ગયાં છે. એ બધાનાં ઝેરી ફળો પણ એ ઝેરી ઝાડ ઉપ૨ આવવા લાગ્યાં છે. હતાશા, ક્રૂરતા, નિર્લજ્જતા, આવેશ, મારામારી, ગાંડપણ અને આત્મહત્યાના વિચારો એ બધા આ ઝેરી ઝાડનાં વિષફળો છે. ઓછામાં ઓછા દસ લાખ યુવાનો આ ફળોને આરોગીને જીવનથી સાવ કંટાળી ગયા છે. આમાં કોન્વેટન્ટ પદ્ધતિના શિક્ષણે સૌથી મોટો ભાગ ભજવ્યો છે. મહામૂલા સુસંસ્કારોની હિંસા કરવામાં નિમિત્તો, માબાપો અને પૂર્વભવોના છરાઓ કરતાં ય કોન્વેન્ટનો છરો સૌથી વધુ ઘાતકી નીવડ્યો છે. એને નાસ્તિકતાનું ઝેર પાઈને તૈયાર કરાયો છે. ઓ માબાપો! જો તમારી વહાલામાં વહાલી ચીજ તમારાં સંતાનો હોય તો તેમના આત્મામાં જમા પડેલા સુસંસ્કારોની તમે હત્યા કરી ન નાખો : તમે ગર્ભથી માંડીને કોન્વેન્ટના શિક્ષણ સુધીનાં તમામ ક્ષેત્રોમાં પૂરા સાવધાન બનો. એ ભૂલકાંઓને જ્યાં સુધી સમજણની દાઢ ન આવે ત્યાં સુધી તેઓ તમને આધીન છે. તમારા આશ્રયે છે. તેનું માથું ; તમારા અધિકારની તાસકમાં એમણે મૂકીને તમને સોંપ્યું છે. શું તમે તેમના જીવન-ઘડતરના વિષયમાં ધરાર ઉપેક્ષા કરશો. શું તમે અમર્યાદ જીવનમાં તેમને પટકી નાખશો; શું તમે તેમને વધુપડતાં લાડ લડાવીને તેમના જીવનને વાઢી નાખશો ? તમારી તાસકમાં મૂકેલું માથું શું તમે કોન્વેન્ટના છરાથી કાપી નાખશો ? ; જો હા... તો સાંભળી લો કે તમે સંસ્કારહત્યારા બન્યા એટલે તમારા જેવો હત્યારો દેવનારનો પેલો પશુ હત્યારો કસાઈ પણ નહિ ગણાય. પશુહત્યા કરતાં

Loading...

Page Navigation
1 ... 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192