Book Title: Baar Prakarni Hinsa
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan

View full book text
Previous | Next

Page 168
________________ ૧૬૮ બાર પ્રકારની હિંસાઓ આખા રાષ્ટ્રના પિતા બનવાનું સન્માન પામેલા ગાંધીજી પોતાના જ મોટા દીકરા હરિલાલના પિતા નહોતા બની શક્યા. હરિલાલે ગૃહત્યાગ કર્યો; તે દારૂડીઓ બન્યો : તેણે મુસ્લિમ ધર્મનો સ્વીકાર કર્યો. આ બધામાં વધુ વાંક ગાંધીજીનો હતો. તેમની ખોટી, કસમયની ધર્મ વગેરે બાબતમાં કડકાઈએ હરિલાલની જિંદગી બરબાદ કરી હતી. મારી તો એવી સમજ ખરી કે ધિક્કાર દ્વારા કદી કોઈ ઉપર કબજો મેળવાતો નથી. કદાચ વાત્સલ્ય દ્વારા પણ પરિણામ સારું ન મેળવી શકાય. છતાં વાત્સલ્ય દ્વારા જ આશ્રિતોને આગળ વધારવા પ્રયત્ન કરવા. ધિક્કારથી જીત મેળવવા કરતાં વાત્સલ્યથી હારી જવું સારું. જો વડીલજનો અને ગુરુજનો આચરણમાં ઉમદા હશે તો આશ્રિતોનાં જીવન ઉપર તેની અતિ સુંદર અસર પડશે જ. માત્ર ઉપદેશો દેવાથી (આચારમાં વિચિત્ર વર્તન કરવાથી) કોઈ અસર થતી નથી. એક ઠેકાણે કહ્યું છે કે જે ગુરુ પોતાના આચરણથી જ શિષ્યને આચાર ભણાવે છે તે જ ગુરુ શ્રેષ્ઠ જાણવા. બાકી વાણી અને ક્રિયા (વર્તન) બે વચ્ચે બહુ અંતર છે (માત્ર ઉપદેશથી કાંઈ ન થાય.) य: स्वीयाचारेणैव शिष्यानध्याययेद् गुरुः । મન્તવ્ય: સ ગુરુ: શ્રેષ્ઠ: વીવ: મતિરિવ્યતે || એક ચિંતકે તો કહી દીધું છે કે દયા વિનાનો જો ધર્મ હોય અને આચાર વિનાના જો ગુરુ હોય તો તેમને તરત ત્યજી દેવા. दयाहीनं त्यजेद्धर्म; क्रियाहीनं गुरुं त्यजेत् । રામ અને સીતા બન્ને પોતાના ચરણોને સુંદર કહેવામાં ઝઘડી પડ્યાં ત્યારે હનુમાને તેમને બેસાડીને બન્નેના ચરણોને વારાફરતી સ્પર્શ કરતાં કહ્યું કે, “આ ચરણથી આચરણ શ્રેષ્ઠ છે.” વારંવાર આમ કર્યું ત્યારે રામ-સીતાને હનુમાનના કથનનું રહસ્ય સમજાયું. અશ્વપાલક ગિરિદત્ત વૃદ્ધ થઈ ગયો હતો. ચાલતાં એક પગે સહેજ ખોડંગાતો હતો. તેને પોતાને જ તે વાતનો ખ્યાલ આવ્યો ન હતો. રાજાએ અતિ મોંઘાભાવે ખરીદેલો અશ્વ તાલીમ માટે તેને સોંપ્યો, પણ તે ઘોડો પણ ખોડંગાતો જ ચાલવા લાગ્યો. એણે ગિરિદત્તની ચાલને તરત પકડી લીધી. રાજાના પૈસા પાણીમાં ગયા!

Loading...

Page Navigation
1 ... 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192