Book Title: Baar Prakarni Hinsa
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan

View full book text
Previous | Next

Page 159
________________ બાર પ્રકારની હિંસાઓ થઈ જાય; ઊભો પણ રહેવા ન પામે તો તે બહુ ભયંકર હોનારત ગણાય. દેવાળું જાહે૨ ક૨તી પાર્ટી પાસે સો રૂ. લેવાના નીકળતા હોય તો લેણદારે પૂરા સો રૂ. જ માગતા રહેવું જોઈએ. ભલે પછી તે પાર્ટી ૪૦ રૂ. જ આપે. જરૂર તે લઈ લેવા પરંતુ તે વખતે ય તેને કહેવું તો ખરું જ કે, “મારી માગણી તો પૂરા સો રૂ.ની છે. તે ઊભી જ રહેશે. તમારી અનુકૂળતા થાય ત્યારે બાકીના સાઠ રૂ. મને આપી દેવાના રહેશે. ૧૫૯ આવા તો ઘણા દાખલા આપી શકાય. કોન્વેન્ટ વગેરે સ્કૂલોમાં આર્યાવર્તની સંસ્કૃતિના તમામ વિચારોનું બ્રેઈન-વોશ કરવાનો જબરદસ્ત કાર્યક્રમ વેગમાં ચાલી રહ્યો છે. તેની સામે તમામ ધર્મચુસ્ત લોકોએ પડવું જોઈએ. નહિ તો આપણાં જ સંતાનો આપણા સાચા અને સારા વિચારોની સામે એક દિવસ બળવો પોકારશે. આચારોનું પાલન વધુ ને વધુ દુષ્કર બનતું જાય છે એ જાણીને મેં આચારસંહિતાને બદલે ‘વિચાર-સંહિતા’ પ્રજા સમક્ષ રજૂ કરી છે; જેમાં એવા ગૌરવવંતા કોડીબંધ વિચારો રજૂ કર્યા છે. મારો આગ્રહ છે કે દરેક વ્યક્તિ, રોજ એક વા૨, ધ્યાન દઈને નાનકડી આ વિચારસંહિતા નામની પોકેટ-બૂક અવશ્ય વાંચે, આ રીતે વિદેશીના બ્રેઈન-વોશનું બ્રેઈનવોશ કરવાની મને તક સાંપડશે. આમે ય આચાર તો બહુ ઊંચી વસ્તુ છે. દરેક વ્યક્તિએ પહેલાં તો વિચારમાં એકદમ સ્પષ્ટ અને કટ્ટર પક્ષપાતી બની જવું જોઈએ. પછી જેટલો આચાર અમલી બને તેટલો લાભમાં. આથી જ વિરતિ કરતાં સમ્યગ્દર્શનને જૈન શાસ્ત્રકારોએ સવિશેષ મહત્ત્વ આપ્યું છે. !!!! o0e0aba

Loading...

Page Navigation
1 ... 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192