________________
બાર પ્રકારની હિંસાઓ
થઈ જાય; ઊભો પણ રહેવા ન પામે તો તે બહુ ભયંકર હોનારત ગણાય.
દેવાળું જાહે૨ ક૨તી પાર્ટી પાસે સો રૂ. લેવાના નીકળતા હોય તો લેણદારે પૂરા સો રૂ. જ માગતા રહેવું જોઈએ. ભલે પછી તે પાર્ટી ૪૦ રૂ. જ આપે. જરૂર તે લઈ લેવા પરંતુ તે વખતે ય તેને કહેવું તો ખરું જ કે, “મારી માગણી તો પૂરા સો રૂ.ની છે. તે ઊભી જ રહેશે. તમારી અનુકૂળતા થાય ત્યારે બાકીના સાઠ રૂ. મને આપી દેવાના રહેશે.
૧૫૯
આવા તો ઘણા દાખલા આપી શકાય. કોન્વેન્ટ વગેરે સ્કૂલોમાં આર્યાવર્તની સંસ્કૃતિના તમામ વિચારોનું બ્રેઈન-વોશ કરવાનો જબરદસ્ત કાર્યક્રમ વેગમાં ચાલી રહ્યો છે. તેની સામે તમામ ધર્મચુસ્ત લોકોએ પડવું જોઈએ. નહિ તો આપણાં જ સંતાનો આપણા સાચા અને સારા વિચારોની સામે એક દિવસ બળવો પોકારશે.
આચારોનું પાલન વધુ ને વધુ દુષ્કર બનતું જાય છે એ જાણીને મેં આચારસંહિતાને બદલે ‘વિચાર-સંહિતા’ પ્રજા સમક્ષ રજૂ કરી છે; જેમાં એવા ગૌરવવંતા કોડીબંધ વિચારો રજૂ કર્યા છે. મારો આગ્રહ છે કે દરેક વ્યક્તિ, રોજ એક વા૨, ધ્યાન દઈને નાનકડી આ વિચારસંહિતા નામની પોકેટ-બૂક અવશ્ય વાંચે, આ રીતે વિદેશીના બ્રેઈન-વોશનું બ્રેઈનવોશ કરવાની મને તક સાંપડશે.
આમે ય આચાર તો બહુ ઊંચી વસ્તુ છે. દરેક વ્યક્તિએ પહેલાં તો વિચારમાં એકદમ સ્પષ્ટ અને કટ્ટર પક્ષપાતી બની જવું જોઈએ. પછી જેટલો આચાર અમલી બને તેટલો લાભમાં.
આથી જ વિરતિ કરતાં સમ્યગ્દર્શનને જૈન શાસ્ત્રકારોએ સવિશેષ મહત્ત્વ આપ્યું
છે.
!!!!
o0e0aba