Book Title: Baar Prakarni Hinsa
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan

View full book text
Previous | Next

Page 160
________________ ૧૬૦ બાર પ્રકારની હિંસાઓ સંસારહિંસા (૭) પહેલી વાત એ છે કે આર્યાવર્તની મહાપ્રજાને જો પૂરેપૂરી સંસ્કારી બનાવવી હોય તો ગર્ભાવસ્થાથી જ તે કામ ચાલુ કરી દેવું જોઈએ. આપણા આર્ય પુરુષોની માન્યતા એ છે કે જન્મથી આઠ વર્ષ સુધીમાં જે કાંઈ તન, મનનું ગઠન (બંધારણ) થઈ ગયું તે થઈ ગયું. આખા જીવનની ભૂમિકા તે કાળ સુધીમાં જ લગભગ તૈયાર થઈ જતી હોય છે. ગર્ભરૂપ બનેલા જીવ ઉપર નવ માસ દરમિયાન માતાની નાનામાં નાની હિલચાલની અસર પડતી હોય છે. ગર્ભાત્મા જો નીચ કક્ષાનો (દુર્યોધન, કોણિક વગેરે જેવો) હોય તો તેની અસર માતા ઉપર પડે છે. તેને નીચ વિચારો આવવા લાગે છે. આ રીતે ઉત્તમ ગર્ભ સંબંધમાં પણ સમજવું અને માતા જો તે કાળમાં નબળા મનની બની, આચાર, ઉચ્ચારમાં ખાનદાન ન રહી તો તેની અસર તેના ગર્ભ ઉપર અવ્યક્ત રીતે જોરદાર થતી હોય છે. આથી જો માતા બનતી સ્ત્રીને પોતાનું સંતાન અત્યંત વહાલું હોય તો તેણે તે નવ માસ અત્યંત ધર્મમય વાતાવરણમાં જ પસાર કરવા જોઈએ. તેના ઈષ્ટદેવના સવા લાખથી સવા કરોડ સુધીના તેણે જપ કરવા જોઈએ. તેણે પ્રભુભક્તિ ત્રિકાળ કરવી જોઈએ, તેણે સ્વભાવથી ખૂબ ગંભીર, પ્રસન્ન, પ્રેમાળ, ઉદાર, સહિષ્ણુ, પ્રમોદસંપન્ન વગેરે બનવું જોઈએ. તે મહિનાઓમાં તેણે મનથી પણ શીલ પાળવું જોઈએ. ગરીબોને દાન કરવું જોઈએ, અતિથિઓનો સત્કા૨ ક૨વો જોઈએ, ગુરુજનોનું પૂજન-બહુમાન કરવું જોઈએ. આ બધાની પાછળ તેના મનમાં એક જ સંકલ્પ ઘૂંટાયા કરતો રહેવો જોઈએ કે આ બધી શુદ્ધિના પ્રભાવે મારું સંતાન પરમાત્મા અને વડીલ ગુરુજનોનું ભક્ત બનજો; જીવમાત્રનું મિત્ર બનજો; જીવનથી પવિત્ર (અકલંકિત) રહેજો. જો તે બાલિકા હોય તો લજ્જા ગુણથી સુશોભિત બનજો. જો તે બાળક હોય તો મર્દાનગીથી મસ્તાન બનજો. આવા સંકલ્પપૂર્વકની સ્ત્રીની પ્રત્યેક શુભ ક્રિયાની એટલી બધી તીવ્ર અને ઊંડી અસર તે બાળકના આત્મા ઉપર થાય છે કે તે બાળક પ્રાયઃ મહાન જ પેદા થાય છે. તે ગુણોનો ભંડાર બને છે. અવગુણો તેનામાં શોધ્યા જડે નહિ તેવી સૌભાગ્યવંતી

Loading...

Page Navigation
1 ... 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192