Book Title: Baar Prakarni Hinsa
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan

View full book text
Previous | Next

Page 147
________________ બાર પ્રકારની હિંસાઓ ૧૪૭ રોગની જડ એ પકડી શકયા નહીં. તત્કાલીન ભૌતિકવાદી થિઅરીઓના પ્રભાવમાંથી પણ માર્સ પોતાની જાતને મુક્ત નહોતો કરી શક્યો. તેણે મૂડીવાદની અને સામ્રાજ્યવાદની સજ્જડ ટીકા કરી, પરંતુ નવી ઔદ્યોગિક સભ્યતાને તો એ પણ સમાજનું સૌથી વધુ ઉન્નત સ્વરૂપ માનતો હતો, અને બધા સમાજો અનિવાર્યપણે એ જ દિશામાં જશે એવી એની માન્યતા હતી. એરિક ફ્રોમ આની માર્મિક આલોચના કરતાં લખે છે : “સામ્યવાદના ઘોષણાપત્રને અંતેના સુપ્રસિદ્ધ કથન-મજૂરોએ પોતાની જંજીરો સિવાય બીજું કશું ગુમાવવાનું નથી–માં એક ઘણી ગંભીર માનસશાસ્ત્રીય ભૂલ રહેલી છે. જંજીરોની સાથોસાથ તેમણે જંજીરોના વખતની બધી વિવેકશૂન્ય જરૂરિયાતો અને સંતોષોમાંથી પણ મુક્ત થવાનું છે. પરંતુ આ બાબતમાં માકર્સ અને એન્જલ્સ અઢારમી સદીના ભોળા આશાવાદ કરતાં કદી ઉપર ઊઠી શક્યા નહોતા.” આથી માકર્સના વિચારોએ મૂડીવાદ અને સામ્રાજ્યવાદ સામે જબ્બર પડકાર ઊભો કર્યો, પણ તેના મૂળમાં રહેલી ભૌતિકવાદી વિચારસરણી સામે તેના વિચારોથી કોઈ પડકાર ઊભો થયો નહીં. બલકે, તેના ઐતિહાસિક ભૌતિકવાદના સિદ્ધાંતથી તો જાયે-અજાણ્યે તત્કાલીન ભૌતિકવાદી વિચારસરણી જ વધારે પુષ્ટ થઈ. માર્કસ માણસની અંદરના નૈતિક તત્ત્વની ઉપેક્ષા કરી. એણે માની લીધું કે આર્થિક પરિસ્થિતિમાં પરિવર્તન થઈ જતાં. માણસનું સારાપણું આપોઆપ ઉપર તરી આવશે. તેણે એક નૂતન નૈતિક નવોત્થાનની આવશ્યકતા પ્રત્યે ધ્યાન જ ન આપ્યું. પરિણામ એ આવ્યું કે માકર્સ દ્વારા ઓદ્યોગિક સંસ્કૃતિની કેટલીક ઊણપો અને વિકૃતિઓ માટે એક સુધારક પરિબળ જગ્યું, પરંતુ આ ભૌતિકવાદી ઔદ્યોગિક સંસ્કૃતિમાં ધરમૂળથી પરિવર્તન આવવા માટેનું કોઈ પરિબળ માકર્સ દ્વારા ઊભું થઈ શક્યું નહીં. જો કે એરિક ફ્રોમે છેવટે એમ નોંધ્યું છે કે “પોતાની જિંદગીનાં પાછલાં વરસોમાં માર્સ પોતાના સિદ્ધાંતમાં કેટલાક ફેરફાર કરવા તૈયાર હતો, એમ લાગે છે. છેલ્લે છેલ્લે તે એમ માનવા લાગ્યો હતો કે પરસ્પર સહયોગ અને જમીનની સામૂહિક માલિકીના પાયા પર રચાયેલો પ્રાથમિક કૃષિ સમાજ એ એક અસરકારક સામાજિક સંગઠન હતું, અને તેના પરથી સીધા ઊંચામાં ઊંચા પ્રકારના સમાજીકરણને આંબી શકાય તેમ હતું. એને તો વચ્ચે મૂડીવાદી ઉત્પાદનના તબક્કામાંથી પસાર થવાની જરૂર ન પણ રહે.” પરંતુ પોતાના સિદ્ધાંતોનું આ ઢબે નવ-સંસ્કરણ કરવાની તક માકર્સને ન મળી.

Loading...

Page Navigation
1 ... 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192