Book Title: Baar Prakarni Hinsa
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan

View full book text
Previous | Next

Page 156
________________ ૧૫૬ બાર પ્રકારની હિંસાઓ “બેટા! મેં તો તબ ભી શરીફ થા, આજ ભી મેં શરીફ હૂં, મગર જમાના શરીફ રહા નહીં હૈ.'૩ ભાઈને કાળ બગડેલો દેખાય છે. મને તો કાળજાં ય બગડેલાં દેખાય છે. કયાં ગયો એ અમારો ધર્મ; જે આવી બાબતોને પરમાત્માના કે પરલોકની દુર્ગતિના ભયને બતાવીને ક્યાંય ધરતીમાં દાટી દેતો હતો! શા માટે ખતમ કરવામાં આવી રહ્યો છે એ ધર્મને જેના ઉપદેશથી પ્રજા સ્વયંભૂ રીતે ચોરી-ચપાટી કરતી નહિ; જૂઠ બોલતી નહિ; અપ્રામાણિક ઝટ બનતી નહિ; વિશ્વાસઘાત કરતી નહિ! આજે તો રાજનો ગમે તેટલો ભય ઊભો કરાય પણ પ્રજા તેને ગાંઠતી નથી. બધા પ્રકારની અંધાધૂંધી સર્જાઈ છે. હાય! બેકાબૂ બની ગયેલા ગુનાઓને જોવા છતાં વડીલો અને નેતાઓ તો ય ધર્મતત્ત્વની પુન:પ્રતિષ્ઠા કરવા માટે ધરાર ના-તેયાર છે! કેવી મોટી કમનસીબીની આ વાત છે! પશ્ચિમની જીવનશૈલીઓ ભારતીય પ્રજાને બધી બાજુથી ભ્રષ્ટ કરી છે એ જો દિમાગમાં ખૂબ જ સ્પષ્ટ થતું હોય તો મારી સલાહ છે કે જો આ ધૂળીયો પવન બંધ ન થઈ શકે તો તમે મોડે મોડે પણ સમજેલા માણસો તમારી બારી તો બંધ કરી જ દો. જેથી છેવટે તમારી તો સુરક્ષા થઈ જાય! એવા કોક તમારા જેવાને ઘરે કનૈયાનું ઘોડિયું બંધાશે; જેણે કોલ આપ્યો છે કે, “દેશ જ્યારે જ્યારે આફતમાં આવશે ત્યારે ત્યારે હું જન્મ લેતો રહીશ; અને દેશને (દેશની પ્રજાને) આફતમાંથી ઉગારતો રહીશ.” ચોથા નંબરની રાષ્ટ્રહિંસા કરતાં ય આ પાંચમા નંબરની સંસ્કૃતિહિંસા વધુ ભયાનક છે. કેમ કે રાષ્ટ્રનો નાશ થશે તો ય જો સંસ્કૃતિ ટકી રહેશે તો ફરી રાષ્ટ્રની સ્થાપના કરી શકાશે. જો પાણી જ ખતમ; પછી તો બધી માછલીઓ ખતમ. નવી માછલીઓ શે જન્મ પામશે! પાણી છે તો માછલી છે; તો જ તળાવ છે; નહિ તો માત્ર ઊંડો ભેંકાર ખાડો. IT 010000

Loading...

Page Navigation
1 ... 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192