Book Title: Atmanand Prakash Pustak 052 Ank 04 05 Author(s): Jain Atmanand Sabha Bhavnagar Publisher: Jain Atmanand Sabha Bhavnagar View full book textPage 4
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી આત્માનંદ પ્રકાશ. જીવનશિક્ષણ આકાશની અટારીમાંથી ઉષાએ પિતાનું મેં બહાર કાઢયું ત્યારે આચાર્ય દ્રોણ પિતાના છાત્રોને જીવનશિક્ષણ આપી રહ્યા હતા. ચન્દ્રની ચારે તરફ જેમ તારામંડળ ગોઠવાય એમ આચાર્ય દ્રોણની આસપાસ વિદ્યાર્થીઓ ગોઠવાઈ ગયા હતા. અધ્યયનને પ્રારંભ કરતા આચાર્ય દ્રોણે કહ્યું: “ છાત્રે આજે આ સૂવ કરી લાવેઃ “કોઈ ના ગુણા થામાં કુરા દેધ કરીશ નહિ, ક્ષમા કર.' આ મિતાક્ષરી સૂત્ર છા ગોખવા મંડી પડ્યા. પૂરો અર્ધો કલાક પણ નહિ થયો હોય ત્યાં ભીમ ઊભે થ. નમન કરી એણે કહ્યું: “ગુરુદેવ, પાઠ આવડી ગયે, કંઠસ્થ થઈ ગયો છે, કહે તે બોલી જાઉં. “શોર્ષ મા ગુદા ક્ષમાં જુદા” તે પછી અર્જુન, દુર્યોધન, એમ સૌ એક પછી એક છાત્રે આવતા ગયા અને શઠ વાણીમાં સ્પષ્ટ સૂ બોલી, પિતતાને સ્થાને ગોઠવાઈ ગયા. પણ આ શું? સૌથી તીવ્ર મેધા ધરાવનાર ધર્મરાજ તે આજ ઊઠતા જ નથી. શું એમને આ ટૂંકું સૂત્ર પણ નથી આવડતું? શું એમની બુદ્ધિના ચંદ્રને જડતાને રાહુ ગળી ગયો? આકાશની ઉષા યુધિષ્ઠિરની પ્રજ્ઞા પર સ્મિત કરી ચાલી ગઈ. બાલસૂર્ય ઊભા ઊભે યુધિષ્ઠિરના અધ્યયનની રીત જોઈ રહ્યો હતે. કોણે હાક મારીઃ “વત્સ યુધિષ્ઠિર, પાઠ આવડ્યો કે?” તુષારધવલ સ્મિત કરી યુધિષ્ઠિર કહ્યું: “ના ગુરુદેવ, પાઠ હજી નથી આવો .” મીઠે ઠપકો આપતા ગુરુદેવે કહ્યું: “આટલું નાનું સુત્ર પણ નથી આવડતું? જા જહદી કરી લાવ.” સ તો આગળ વધી રહ્યો હતે. મધ્યાહ્ન થવા આવ્યો પણ યુધિષ્ઠિર તે સૂત્રને રટે જ જાય છે. દ્રોણે ફરી પૂછયું, “કેમ, યુધિષ્ઠિર ! હજી કેટલી વાર છે?” * આ અતિ નમ્રતાથી નમન કરી યુધિષ્ઠિર ઉત્તર વાળ્યોઃ “ના, ગુરુદેવ પાઠ હજી પૂરે થી નથી. આ સાંભળી કોણ કંટાળી ગયા છે. આ તેજસ્વી વિદ્યાર્થી આ જડ કેમ ? સૌથી મોખરે રહેનાર સૌથી પાછળ કેમ? આચાર્ય દ્રોણથી ન રહેવાયું. સાંજ પડવા આવી હતી. એટલે યુધિષ્ઠિરને કાન પકડી તમા મારતાં કોણે કહ્યું: “પાઠ હજી નથી આવડ્યો?” તે જ પળે, એવી જ નમ્રતાથી યુધિષ્ઠિરે કહ્યું: “ગુરુદેવ પાઠ આવડી ગઈ. પ્રયોગ પૂરો થયો.” દુર્યોધન દૂર ઊભો ઊભ, મનમાં મલકાતો વિચારી રહ્યો હતઃ સેટી વાગે ચમચમ, વિદ્યા આવે ધમધમ. સંધ્યાને રંગ દ્રોણનો ઉજજવળ દાઢીને ગુલાબી રંગે રંગી રહ્યો હતો, ત્યારે યુધિષ્ઠિરના નયનમાંથી ક્ષમા નીતરી રહી હતી. વાત્સલયથી યુધિષ્ઠિરના મસ્તક ઉપર હાથ ફેરવતાં દ્રોણે પૂછયું, “વત્સ, થોડા સમય પહેલાં તે પાઠ નહતો આવડત. અને હવે એકદમ કેવી રીતે આવડી ગયો?” યુધિબિરે કહ્યું: “સુદેવ, આપે કહ્યું, કે “પં મા યુ” “ક્ષમાં કુર' પણ ક્રોધને પ્રસંગ આવ્યા વિના મને શી ખબર પડે કે મેં ધ નથી કર્યો અને મેં ક્ષમા રાખી છે. અત્યારે જ્યારે આપે તમાચો માર્યો જ એ મને ક્રોધ નથી થયો અને ક્ષમા જ રહી, તે આ પ્રયોગ દ્વારા મને લાગ્યું કે મને પાઠ આવો છે.” આ જીવનશિક્ષણથી દ્રોણુ યુધિષ્ઠિરને વાત્સલ્યભાવથી ભેટી પડ્યા ત્યારે ગગનને સૂર્ય ઉષાને શિક્ષણની આ નવી રીત કહેવા, અસ્તાચળ પર ઉપડી ગયા મુનિ શ્રી ચંદ્રપ્રભસાગરજી For Private And Personal Use OnlyPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37