________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વ્યવસ્થાપક સમિતિ ૧૮. રચના.
સામાન્ય સભ્યમાંથી વ્યવસ્થાપક સમિતિ નીચે પ્રમાણે બનશે. ( ક) હોદાની રૂઈએ પ્રમુખ, ઉપપ્રમુખ, મંત્રીઓ અને ખજાનચી. (ખ) ઉપરની કલમ ૯ (ખ) પ્રમાણે ચૂંટાયેલા સભ્ય. (ગ) ઉપરની કલમે (ક) અને (ખ) પ્રમાણે બનેલી વ્યવસ્થાપક સમિતિને
ગ્ય લાગે તે તેમણે નિમેલા (કો-ઓપ્ટ કરેલા ) સભ્ય. આવા નિમેલા
સભ્યોની સંખ્યા બે સુધીની રહેશે. ૧૯. મુદત.
વ્યવસ્થાપક સમિતિની મુદત ત્રણ વર્ષની રહેશે. આ મુદત દરમ્યાન કોઈ પણ જગ્યા ખાલી પડે તો તે જગ્યા બાકી રહેલી મુદત માટે વ્યવસ્થાપક સમિતિ ભરી શકશે.
નોંધઃ--વ્યવસ્થાપક સમિતિની મુદત પૂરી થાય ત્યાં સુધીમાં નવી વ્યવસ્થાપક સમિતિની
ચૂંટણી થઈ ન હોય, તે એક વરસ સુધી જૂની વ્યવસ્થાપક સમિતિ ચાલુ રહેશે. ૨૦. કાર્યસાધક સંખ્યા (કેરમ)
વ્યવસ્થાપક સમિતિની કાર્યસાધક સંખ્યા ( કેરમ) છ સભ્યની રહેશે. કેરમના અભાવે મુલતવી રહેલી અને ફરીથી તે જ કામને માટે મળેલી બેઠક ચાર સભ્યોની હાજરીથી કામકાજ કરી શકશે.
નોંધ-વ્યવસ્થાપક સમિતિની કોઈ પણ બેઠકમાં હેદ્દેદાર ન હોય તેવા ઓછામાં ઓછા
બે સભ્યોની હાજરી આવશ્યક ગણાશે. ૨૧. કાર્યક્ષેત્ર.
વ્યવસ્થાપક સમિતિનું કાર્ય ક્ષેત્ર નીચે પ્રમાણે રહેશે. (ક) સંસ્થાની મીલકત ફેરવવી, રોકવી લેવી, વેચવી, પટેથી અથવા ભાડે લેવી
અગર વેચવી, દુરસ્ત કરવી ઈત્યાદિ સંબંધી નિર્ણ કરી મંત્રીઓ તથા
ખજાનચીને સૂચનાઓ આપવી. (ખ) સંસ્થાની સામાન્ય સભાએ મંજૂર કરેલી તમામ પ્રવૃત્તિઓ ચલાવવા વ્યવસ્થા
કરવી, તે અંગે જરૂરી નિર્ણ કરવા, પેટા સમિતિઓ નીમવી, નિયમ
કરવા વગેરે. (ગ) સંસ્થાનું અંદાજપત્ર તૈયાર કરવું.
For Private And Personal Use Only