________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નૂતન વર્ષનું મંગલમય વિધાન. સુપ્રસિદ્ધ હતા. તેમણે શ્રી હેમચંદ્રાચાર્ય ગુણવર્ણન કાવ્યરૂપે કરેલું તે પણ પદ્યવિભાગ તરીકે ગતવર્ષમાં આવેલું છે. ન્યાયતીર્થ મુ. હિમાંશુવિજયજી અનેકાંતીએ સંસ્કૃત પદ્યોમાં બ્રહ્મચર્ય વ્રત, તથા પ્રભુની સ્તુતિઓ અલંકારબદ્ધ ભાષામાં પ્રથિત કરીને મુકેલી છે; જે સંસ્કૃત ભાષાના પરિચિતોને ખાસ કરીને આનંદ આપવા ભકિતરસ નીપજાવે છે. કસ્તુરચંદ હેમચંદ દેસાઈએ પંચ જિનરાજની સ્તુતિને કાવ્યરૂપે સંગ્રહ આપેલો તે સ્તુતિના મૂળ ઉત્પાદકમાં કાવ્યરસિકતા અને બાળકને સરલતાથી બોધપ્રદતા આપી શકે તેવી શૈલિ માલુમ પડે છે. ગદ્ય લેખમાં મુનિરાજ શ્રી દર્શનવિજયજીના દસ લેખ તીર્થકર ચરિત્રના છે ને મૂળ સૂત્રના ભાષાંતર રૂપે હોવા છતા કપસુબોધિકામાં આવેલ ચરિત્ર કરતાં વિશેષ પ્ર શ પાડે છે. તેમજ તેમને “અસ્મિતાને લેખ આત્મસ્વાતંત્ર્યનું બધપ્રદ શિક્ષણ આપે છે. પૂ. સન્મિત્ર કપૂરવિજયજીના પાંચ લેખાએ પ્રસ્તુત માસિકને મુનિપ્રસાદીથી અલંકૃત કરેલું છે; અને સરલ શેલિથી વૈરાગ્યમય શિક્ષણીય પ્રબંધની પૂર્તિ કરેલી છે. મુનિશ્રી જ્ઞાનવિજયજીએ મથુરાના કંકાલીટીલાને ઐતિહાસિક લેખ આપી જૈન દર્શનની પ્રાચીન નતા પુરવાર કરી છે, તેમજ પ્રાચીનતા અને ઈતિહાસમાં રસ લેનારને માટે સુંદર માર્ગદર્શક છે. એક મુનિશ્રીના “તમારી જીંદગી તમે વાંચ” વિગેરે ત્રણ લે આધ્યાત્મિક સૃષ્ટિમાં આત્મજાગૃતિ ખડ કરી વાચકેમાં વૈરાગ્ય પ્રકટાવી શકે છે. મુનિશ્રી જયંતવિજયજીએ ભગવાન મહાવીર સંબંધી બાબતેને સંગ્રહ સંક્ષિપ્તમાં કરી ઐતિહાસિક સમજ (Historical reason) માટે ઠીક પ્રયાસ કર્યો છે. રા. વિઠ્ઠલદાસ મૂળચંદ શાહના અગીઆર લેખે જેવા કે સેવાધર્મના મંત્રે તેમજ મનનું રહસ્ય અને તેનું નિયંત્રણ વિગેરે વ્યવહા૨માં તેમજ આધ્યાત્મિક જીવનમાં ઉપયોગી છે; લેખની ભાષા શૈલી સરલ અને સુંદર છે તેમજ રહસ્યથી ભરપૂર છે; શ્રીયુત શંકરલાલ ડાહ્યાભાઈ જેઓ પાલીતાણા જૈન ગુરૂકુળના સુપ્રીટેન્ડન્ટ છે તેમના નયરેખાદર્શન, દ્રવ્યગુણ પર્યાવિવરણ વિગેરે સાત લે છે સ્કૂલના વિદ્યાર્થીઓને ખાસ કરીને ઉપયોગી છે. કેમકે નયે અને દિવ્ય ગુણ પર્યાયની વિકટ સમસ્યાઓ સરલ ભાષામાં ઉતારી શક્યા છે. આ સભાના સેક્રેટરી ગાંધી વલ્લભદાસ ત્રિભુવનદાસના “ સંગ્રાહક ” સ્વતઃ તરીકેના શત્રુંજયતીર્થોદ્વાર પ્રબંધ તથા અધ્યાત્મનિરૂપણ પ્રશ્નોત્તર અને ભગવાન પાર્શ્વનાથજી, પંડિતવર્ય શ્રીવીરવિજયજી મહારાજ વિગેરે સોળ લેઓએ ભિન્ન ભિન્ન સંગ્રહમાંથી તીર્થ તેમજ તત્ત્વજ્ઞાન સંબંધી ઠીક અજવાળું પાડેલું છે. ત્રણ લેખે નૂતન વર્ષનું મંગળમય વિધાન વિગેરે માસિક કમીટી તરફથી આવેલા છે. મિ. નરોતમ બી. શાહે જૈન અને કેળવણી તથા વસ્તી પત્રકમાં જૈનોને હિરો વિગેરે બે લેખે આવેલા છે; જે કેળવણી અને જૈનોની
For Private And Personal Use Only