________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી આત્માનંદ પ્રકાશ
ત્યારે દુર્મુખ નામને દુષ્ટ સ્વભાવી યુદ્ધો બે કે આતે પાપી છે, કારણકે જેણે હાની ઉંમરના છોકરાને મુકી દીક્ષા લીધી પણ તેને દુશ્મન તેના રાજ્ય ઉપર ચડી આવી તેના મંત્રીઓને ખુટવી છોકરાને મારી તેનું રાજ્ય પડાવી લેશે, આ જવાબદારી અને શિર છે. આવું વાકય સાંભળતાં તે પ્રસન્નચંદ્ર રાજષિનું મન યુદ્ધમાં પરેવાઈ ગયું. સંકલ્પ, વિકલ્પ, તક, વિતક, સાથે શત્રુને મહાત કરવા માટે માનસિક યોગથી સૈન્ય તૈયાર કરવા માંડ્યું અને અનુક્રમે યુધ્ધ શરૂ કર્યું.
આ વખતે પ્રસન્નચંદ્ર રાજર્ષિને જોયેલા હોવાથી શ્રેણીક મહારાજાએ મહાવિર પ્રભુને પ્રશ્ન કર્યો કે, પ્રસન્નચંદ્ર રાજષિ અત્યારે આયુષ્યને બંધ કરે તે કયાં જાય ? પ્રભુએ પહેલી નરકે જાય એમ કહ્યું, ત્યાર પછી શ્રેણીક મહારાજાએ પૂછતાં અનુક્રમે જો અત્યારે આયુષ્યને બંધ કરે તે સાતમી નારકીએ જાય એમ કહ્યું. અહીં તે રાજર્ષિ અનુક્રમે માનસિક મેદાનમાં લડતા લડતા તેમના ભાથામાંનાં તીર ખુટી જવાથી માથાને મુકુટ ફેંકવાના ઈરાદાથી માથે હાથ મુકવા જતાં મુકુટને બદલે લેચ કરેલ મસ્તક જણાયું, ત્યાં મને વૃત્તિ ફરે છે, શુધ્ધ દયાન ઉપર આરૂઢ થાય છે. વિચાર કરે છે કે મેં સાધુ થઈ મન વચન અને કાયાથી કંઈ પણ પાપ નહિં કરવાના પચ્ચખાણ લીધાં છે. મેં આ શું દુષ્કૃત્ય કર્યું ? આવી રીતે પશ્ચાતાપ કરતા, શુદ્ધ શ્રેણુએ ચડતાં ચડતાં નરકના દળીયા ઉડાડી દીધા. અહીં શ્રેણક મહારાજાએ પ્રભુને પૂછ્યું કે અત્યારે આયુષ્યને બંધ કરે તે કયાં જાય પ્રભુએ કહ્યું કે શુભ ગતિનું આયુષ્ય બાંધે પણ શુભ ભાવનાના બળે અનુક્રમે સર્વાર્થસિદ્ધ વિમાનનું આયુષ્ય બાંધે એમ કહ્યું-કયાં સાતમી નર્ક અને કયાં સર્વાર્થસિદધનું વિમાન. એક ઘીમાં આટલું બધું પરિવર્તન ! મહાવીર પ્રભુએ કહ્યું કે હે શ્રેણક! આ બધું મનના અધ્યવસાયનું કારણ છે એટલું જ નહિં પણ જે, આ દેવતાઓ તે રાજર્ષિને કેવળજ્ઞાનને મહોત્સવ કરવા જાય છે. આટલી વારમાં તો તેમણે ચારે ઘનઘાતી કર્મોને ખપાવી દીધા અને કેવળજ્ઞાન અને કેવળદર્શન ઉત્પન્ન કર્યા. આથી મન ઉપર ભાર મુકતાં શાસ્ત્રકારેએ કહ્યું છે કે--
मन एव मनुष्याणां कारणं बंधमोक्षयोः આ માટે ખરાબ વાસના અને દુષ્ટ સંકલ્પ વિકલ્પથી હંમેશાં મનને રોધ કર.
સક્રિયામાં મનને તલ્લીન કરવા માટે અભ્યાસ પાડે. જેમકે--અનેક સંસારી સુખમાં મન જેમ આપણી પાસેથી કામ લે છે, તેમ ધાર્મિક દરેક
For Private And Personal Use Only