________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૫
સંસ્કારિત મન” (મનની વિશુદ્ધિ). ફFFFFFFFFFFFFFFFFFFF;
સંસ્કારિત મન” (મનની વિશુદ્ધિ છે kFFFFFFFFFFFFFFFFFFFF
કો
A
)
શબ્દને ભાવાર્થ એ છે કે શુદ્ધતર વિચારોથી તથા ધાર્મિક ભાવનાઓથી ઘડાએલું મન તે સંસ્કારિત મન. દરેક ધર્મમાં મને યોગને સંસ્કારિ બનાવવા માટે ઘણું જ મહત્વ અપાયું છે.
શ્રીમાન આનંદઘનજી મહારાજ શ્રી કુંથુનાથ
પ્રભુનું સ્તવન કરતાં કહે છે કે “મન સાધ્યું તેણે સઘળું સાધ્યું, એક વાત નહિ બેટી ” આ શબ્દ બહુ મનન કરવા જેવા છે.
ક્રિયાઓ અનેકવાર કર્યા છતાં જીવ ઉચ્ચરિથતિને અનુભવ કરતું નથી, જીવન દુઃખરૂપ લાગ્યા કરે છે, તેનું મુખ્ય કારણ મનની વિશુદ્ધતાને અભાવ છે. મનને અભ્યાસથી યાતે ગ, ધ્યાન વિગેરે અનેક ક્રિયાથી એવું વિશુદ્ધ અને સંસ્કારી બનાવી દેવું જોઈએ કે ગમે તેવા સંગે પ્રાપ્ત થતા જરાપણ સંકલ્પ-વિકલ્પયુક્ત ન થાય, વિકારીભાની ધુમસ જરાપણ તેને ન ઓગાળી શકે, ગમે તેવા નિમિત્તા પ્રાપ્ત થતાં પણ જરાપણ કષાયભાવથી પ્રકૃતિમાં વિકૃતિ ન ઉત્પન્ન થાય. આવું સંસ્કારી મન બનાવવાને અહર્નિશ પ્રયત્ન કરવો જોઈએ. શાસ્ત્રકાર કહે છે કે
जं अज्जिअं चरित्तं देसुणाएअ पुव्व कोडीए ।
तं पुण कसायमित्तो हारेइनरो मुहुत्तेणं ।। દેશે ઉણા પૂર્વ કોડ વર્ષ સુધી ચારિત્ર પાળવાથી જે ચારિત્ર ગુણ ઉપાજંન કર્યો હોય તેને એક મુહૂર્તમાત્ર કષાય કરવાથી પ્રાણી હારી જાય છે. આ
મનની વિશુદ્ધિ વગર કરેલી ધર્મક્રિયાઓ શુષ્ક છે, જ્યારે વિશુદ્ધિ પૂર્વક કરેલી થેડી પણ ક્રિયા ઘણુ જ વિશિષ્ટ ફળને આપનારી છે.
કાયા અને વચનની શુદ્ધિ કરતાં મનની શુદ્ધિ ઉપર વિશેષ મહત્ત્વ બતાવ્યું છે. આપણુમાં દષ્ટાન્ત છે કે – આ પ્રસન્નચંદ્ર રાજર્ષિ સંસાર ત્યાગ કરી દીક્ષા ગ્રહણ કરી રાજગૃહી નગરીના ઉદ્યાનમાં કાઉસગ્નમાં ઉભા છે, પડખે જ મહાવીર પ્રભુનું સમવસરણ હોઈ શ્રેણીક મહારાજા સપરિવાર વાંદવા આવ્યા છે, તેમાંથી બે દ્ધાની દષ્ટિ તે પ્રસન્નચંદ્ર રાજર્ષિ ઉપર પડી, તેમાં એક દ્ધાએ તેમની યાન વિગેરેની પ્રશંસા કરી
For Private And Personal Use Only