Book Title: Atmanand Prakash Pustak 029 Ank 01
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 34
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir એક પ્રાચીન ઐતિહાસિક પત્ર. ૨૩ નિશ્ચય પૂર્વક કહીયે છીયે કે સંપાદન કાર્ય ઉપયુંકત પ્રકારે આદર્શરૂપ થવાથી તે ગ્રંથ પ્રાચીન છે કે નવીન હે પરંતુ સમસ્ત સંસારમાં સુગ્ય સંપાદનના બળથી નિસંદેહ સંપાદિત થશે. આટલા ઉપરથી પાઠકગણે એમ ન સમજી લેવું કે અમે કેવળ આપણી કમમાં થતાં સંપાદન કાર્યની ત્રુટી લખીએ છીએ, પરંતુ અમારા જેવામાં આજ તક પ્રકાશિત થયેલા અમૂલ્ય ગ્રંથેના સંસ્કરણનું બરાબર સ્મરણ છે. તે જોઈ ને લખું છું. હાલમાં આપણે જૈન કહેતાંબર સિદ્ધાંત ગ્રંથના પ્રકાશન કાર્યો કરનારી સંસ્થાઓએ પ્રકાશન કરેલા ગ્રંથો પ્રશંસનીય છે, તેમજ દિગંબર જૈન સિદ્ધાંત ગ્રંથ પ્રકાશ કરનારી સંસ્થાઓનું પ્રકાશન પણ તેવું જ છે. તેમજ ગાયકવાડ સરકાર તરફથી પ્રગટ થતી એરીયેન્ટલ સીરીઝમાંથી પણ ઉત્તમ ગ્રંથ પ્રકટ થયા છે. તે સિવાય ઇંગ્લાંડ, અમેરિકા, કાંસ, જર્મની, ઇટાલી, ને, આદિ સ્થાને માં અજૈન વિદ્વાને તેને કાંઈ મૂળ, અનુવાદ, ટીકા, ટિપ્પણી સાથે ગ્રંથ પ્રકટ કરેલ છે તે સર્વ માટે જૈન સમાજ આભારી છે. આટલું ગ્રંથ પ્રકાશન માટે જણાવી બીજે વિષય સામયિક પત્રના સંપાદકનું શું કાર્ય છે તે હવે પછી બતાવીશું. | (ચાલુ) હું એક ઐતિહાસિક પત્ર, தமுமுறுமுறுமுறுமுறறமுறுமுறுமுற જોધપુરના શ્રી સંઘે વિજયદેવેંદ્રસૂરિ ઉપર પાઠવેલે પત્ર. જે સં. ૧૮૯૨ ની સાલન છે. સંવે ભેગીલાલ સંડેસરા-પાટણ. જોધપુરના સંઘે સં. ૧૮૯૨ માં તપાગચ્છાધિરાજ ભ. શ્રી વિજયદેવેન્દ્રસૂરિ ઉપર એક વિજ્ઞપ્તિપત્ર મોકલ્યું હતું તેની હાથપ્રત પ્ર. શ્રી કાન્તિવિજયજી મહારાજ પાસેથી મને મળી હતી. તે પત્ર જોશીના ટીપણાની પેઠે એક લાંબા ભુંગળાના આકારમાં છે. પણ ભાગ તો ચિત્રાથીજ રોકાયેલો છે. બાકીના ભાગમાં સુન્દર ગૂજરાતી પદ્યમાં વિજ્ઞપ્તિ લખેલી છે. અંતમાં સંઘનો પત્ર લખેલો. વિજ્ઞાતિ બધી સુન્દર દેવનાગરી અક્ષરમાં છે, અને પત્ર મારવાડી બની ગુજરાતી લિપિમાં લખેલ છે. પત્રમાં પ્રથમ આચાર્યના ગુણોનું વર્ણન કર્યું છે અને પછી જોધપુરમાં થયેલાં ધર્મકૃત્યોનું વર્ણન ગુજરાતી અને મારવાડીની ભેળસેળવાળી ભાષામાં કરેલું છે. આચાર્ય આ વખતે સુરતમાં વિરાજમાન હતા. ૧ દરેક શ્રાવકને “વિજ્ઞપ્તિ પત્ર” અર્થ જાણીતું છે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49