________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નૂતન વર્ષનું મંગલમય વિધાન.
વિશિષ્ટ પ્રબંધ થવા માટે તેમજ જૈન આગમ કથા-વાડ્મય સ્થાપત્ય ગ્રંથભંડાર વિગેરેને અભ્યાસ કરી જૈન ધર્મને જગતના ધર્મોની હરોળમાં વિશાળ ધર્મ તરીકે ખડો કરવા માટે જૈન નરરત્ન બાબુ સાહેબ બહાદુરસિંહજી સિંઘીએ ઉદારતા પૂર્વક બે લાખની આર્થિક સહાય આપવાથી તેમજ શ્રી જિનવિજ્યજી જેવા ગ્ય અધ્યાપકની પ્રાપ્તિ થવાથી ભવિષ્યમાં જૈન વિદ્યાધ્યયન માટે ઉત્તમ જ્ઞાનપીઠ પ્રતિષ્ઠિત થયેલ છે.
- કલકત્તામાં ગત જેઠ માસમાં જૈન ઉપાશ્રયવાળા મકાનમાં ( શ્રી યશોવિજયજી જન ગુરૂકુળ સંસ્થાપક સ્વર્ગવાસી મુનિશ્રી ચારિત્રવિજયજી કછીના સુશિષ્યો ) મુનિરાજશ્રી દર્શનવિજયજી ગાનવિજયજી તથા ન્યાયવિજયજીના સદુપદેશથી ઉપાશ્રય સાથે જિનાલયની જરૂરીઆત ઘણી વખત જોઈ હતી–તે પ્રતિષ્ઠા થએલ છે. કલકત્તા જેવા હિંદુસ્તાનના ભૂતકાળના પાટનગરમાં આ ઉત્સવ અલૌકિક રીતે સફળ થયો છે. ઉપરોકત મુનિ ત્રિપુટી કોઈ પણ વાદવિવાદમાં નિરર્થક નહિ પડતાં રચનાત્મક રીતે જ્ઞાન દર્શન ચારિત્રની ઉન્નતિના કાર્યો કર્યો જાય છે. પુનામાં સાહિત્ય સમેલન પણ આ ત્રિપુટીએ જ પ્રથમ ફતેહમંદ રીતે પસાર કરાવ્યું હતું.
અહિંસાત્મક રીતે સ્વરાજ્ય મેળવવા ઉદ્યક્ત થયેલા અનેક જૈન બંધુઓએ જેલને મહેલ માની વધાવી લીધી હતી અને સ્વદેશ સેવક તરીકેની જૈનોની અગ્રગણ્ય સ્થિતિ સ્પષ્ટ કરી હતી.
પુનામાં ઉપધાન તપ, પૂજ્યપાદ શ્રી વિજયવલ્લભ સૂરિજીના ઉપદેશથી સંઘને કલેશ દૂર થતાં કરવામાં આવ્યો હતો. તેમજ અંધેરીમાં પણ ઉપધાનવહનની પ્રશસ્ત ક્રિયા થઈ હતી તેની સહર્ષ નોંધ લઈએ છીએ.
મુંબઈમાં શેઠ મોહનલાલ હેમચંદ ઝવેરીએ સેવાકાર્ય માટે ફી વાપરવા આપેલા મકાનમાં તેમજ બીજી રીતે કરેલ સાયવડે કેપ્રેસ કી હોસ્પીટલમાં-સરકાર તરફથી થયેલા લાડીચાજના ટાઈમે ઘાયલ થયેલા અસહકારી રાષ્ટ્ર સેવાની શુશ્રષા ઘણીજ સુંદર વ્યવસ્થાથી અનેક જૈન બંધુઓ તરફથી તન મન ધનના ભોગે કરવામાં આવી હતી; જૈન સમાજ રાજકીય દૃષ્ટિબિંદુએ સેવાના કાર્યક્ષેત્રમાં આત્મગ ( Self-sacrifice ) માટે પ્રગતિમાન થઈ રહેલ છે તે માટે અત્યંત ખુશી થવા જેવું છે.
મહાવીર વિદ્યાલયને શેઠ મેઘજી સેજપાળ તરફથી ગત જુન માસથી ઉદારતા પુર્વક મેટી રકમ અર્પણ કરવામાં આવી છે. તે શિક્ષણ સહાયક ફંડવડે ન્યાયતીર્થ અને
વ્યાકરણ તીર્થની પરીક્ષાનો અભ્યાસ દાખલ કરવામાં આવેલ છે. જૈન શ્રીમતિના સમયાનુસારી કેળવણી ( Education ) તરફના દષ્ટિબિંદુ ( Point of view ) માટે અનેકશઃ ધન્યવાદ ઘટે છે.
જેન સેનેટરી એસોસીએશન મુંબઈની આરોગ્ય પ્રચાર કમીટી તરફથી માતા તથા બાળકોના ભલા માટે બાળહિત પત્રિકા નીકળી છે; પરંતુ સદરહુ કમીટીને આ પ્રયત્ન હજી તદન તે દિશામાં અલ્પ છે. આવી અનેક પત્રિકાઓનું આરોગ્ય સંબંધમાં વખતોવખત પ્રકાસન થવું જરૂરી છે અને એ પ્રચારકાર્ય થાય ત્યારે જ જૈનેનું જીવન
For Private And Personal Use Only