Book Title: Atmanand Prakash Pustak 029 Ank 01
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 21
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી આત્માનંદ પ્રકાશ સંખ્યા સંબંધી પરિસ્થિતિ સ્પષ્ટ કરે છે. જ્ઞાતિ અને તેને ઉદય સંબંધી શ્રીયુત કલ્યાણભાઈ દુર્લભજી ઝવેરી બી.એ. ના પાંચ લેખે છે. તેમાં કેટલેક ભાગ ચર્ચાસ્પદ છે તેમજ કેટલેક ભાગ જ્ઞાતિઓએ એક સંપી વધારી અનુકૂળ તને સ્વીકારી અપનાવી લેવા ઘટે છે. રા. કસ્તુરચંદ હેમચંદ દેશાઈને ભાવનાનું બળનો લેખ લેખક તરીકેની ભવિષ્યની કારકીર્દીને કેલ આપે છે. આ સિવાય વર્તમાન સમાચારના સાત લેખે તથા સ્વીકાર અને સમાલોચનાના આઠ લેખે આવેલા છે, તે માસિક કમીટીએ આપેલા છે. ઉપરાંત પીઠ પૃષ્ઠ ઉપર ભિન્ન ભિન્ન સાક્ષરોના સદુપદેશજનક વચને જુદા જુદા ગ્રંથમાંથી રહસ્ય તરીકે તારણ કરીને બાર લેખે ભાઈ વિઠ્ઠલદાસ શાહ તરફથી આપવામાં આવ્યા છે કે જે વાચક વર્ગના વિચારને સન્માર્ગમાં પ્રેરક છે. વિચાર કરતાં વર્તનની મહત્વતા જેટલાં ને તેટલાં વચનો છે. પરંતુ એ વચન કરતાં કર્તવ્યની કિસ્મત અનેક ગણી વધે છે. દાન, શીલ, તપ અને ભાવ રૂપ ચતુર્વિધ ધર્મમાં દાનની પ્રાથમિકતા સેવા ધર્મની મુખ્યતાને અંગે છે; મતલબ કે વિચાર કરતાં કર્તવ્ય કરવાનો સમય આવી પહોંચ્યો છે, તે સમયે નીચેના પ્રશ્નો પ્રત્યેક મનુષ્ય પોતાના આત્માને પુછી લઈ અંતઃકરણને ઉત્તર મેળવી લેવો જોઈએ અને કર્તવ્ય પરાયણ થઈ જવું જોઈએ, એ પ્રશ્નો તે આ છે; મનુષ્ય જીવનનું કર્તવ્ય શું હોઈ શકે ? પશુ કોટિ કરતાં આપણુ પ્રવૃત્તિ ઉચ્ચ છે કે કેમ ? વ્યવહારમાં અર્થ અને કામ ( Desire ) ની પાછળ ધર્મનું બળ છે કે કેમ ? ધર્મ અને તેના પાલનની પાછળ આત્મબળ (Spiritual power) ની પ્રગતિ કેટલી છે ? વિલાસ ભાવ અને ઇચ્છાઓ પ્રથમ કરતાં વધે છે કે ઘટે છે? કોધ માન માયા અને લોભનું બળ મંદ પડતું જાય છે કે વેગવાન થતું જાય છે? જૈન દર્શનની વિશુદ્ધ ક્રિયાઓનું પાલન કરવામાં અવકાશ કેટલે લેવાયું છે ? પરમાત્માની ભક્તિ દ્વારા આત્માની પ્રસન્નતા પ્રકટે છે ? આ સર્વ પ્રશ્નો આ વર્ષને પ્રાંતે વિચારી તેમાંથી મન વચન અને શરીરના બળવડે આચાર ( Practice ) માં મુકી જગત ઉપર મનુષ્ય અને જૈન તરીકેના જન્મની સાર્થકતા કરવા સૂચવીએ છીએ. જૈન સમાજને સૂચના જૈન દર્શન કે જેને વારસામાં તત્ત્વાર્થ સૂત્ર જેવાં ગ્રંથનું તત્ત્વજ્ઞાન અને કર્મગ્રંથ જેવા અતિ સૂક્ષ્મ અને તલસ્પર્શી વિભાગ મળ્યા છે તેની અખંડતા ( wholesomeness) અને વિશાળતા (Comprehensiveness) નહીં જાળવી રાખતાં કલેશના નજીવા સાધનો ઉભા કરવા માટે દીક્ષા વિગેરે પ્રશ્નોને નિમિત્ત આપી આપણે આપણી મારફતે આપણું અધઃપતન કરવા બેઠા છીએ. પ્રસ્તુત સંક્રાંતિકાળ ( Transition period) ચાલે છે; પૂર્વ અને પશ્ચિમની સંસ્કૃતિઓનું ઘર્ષણ ચાલુ છે, તેવા વખતે હાની નાની બાબતેમાં ભાગલા પાડવાની આપણુ વૃત્તિઓએ ભવિષ્યમાં મોટામાં મેટી ગુટીઓ ગણાશે; For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49