________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
13
નૂતન વર્ષનું મંગળમય વિધાન.
આગામી શાંતિકાળની સદિચ્છા. સમગ્ર હિંદુસ્તાનમાં સંક્રાંતિકાળના પ્રચંડ મોજાંએ વહેવા લાગ્યાં છે; મહાત્મા ગાંધીજીએ અખિલ હિંદુસ્તાનને અહિંસાના સંદેશદ્વારા સત્યાગ્રહ અને સવિનય ભંગનું શિક્ષણ આપી ગત વર્ષમાં લાઠી, જેલ, વિગેરે ભેગા પ્રજાને મરજીઆતપણે હિમ્મતપૂર્વક અપાવી અખિલ હિંદુસ્તાનને સંગઠિત કરેલું છે, હવે તેઓશ્રી રાઉંડ ટેબલ કોન્ફરન્સમાં હિંદુસ્તાન માટે સ્વતંત્રતાનું સત્ત્વ મેળવવા કોંગ્રેસ તરફથી વિલાયત જવા સ્ટીમરમાં ઉપડવાની તૈયારીમાં છે; એવા પ્રસંગે આપણે વિશ્વાસપૂર્વક આશા રાખીએ છીએ કે તેઓ હિંદુમુસલમાનોની એકસંપી મેળવી લઈ વિલાયતથી હિંદુસ્તાન માટે સ્વાતંત્ર્યસત્વ લઈને સુખશાંતિપૂર્વક જલ્દી આવે. જેથી હિંદુસ્તાનની પ્રજાનું હૃદય સરકાર તરફ આજસુધીમાં જે હાલ કલોલ થઈ રહેલું છે તે સ્થિર અને શાંત થાય, બેકારી ઘટે, આર્થિક પરિસ્થિતિ સુધરે અને હિંદુસ્તાન પિતાના પગ ઉપર ઉભું રહી ગરવપૂર્વક બીજા સ્વતંત્ર દેશની હરોળમાં ઉભું રહે અને પિતે પિતાનું ચલાવી શકવા અનેક દષ્ટિબિંદુઓથી સમૃદ્ધ બને તેમજ શાંતિપૂર્વક ધર્મપાલન નિર્ભયપણે કરી શકે. અંતિમ પ્રાર્થના
જીવન એ માત્ર કાલપ્રવાહમાં તણાતું કાષ્ટ નથી, પણ કાલને પણ વશમાં લેતું ચૈતન્ય શકિતનો આવિર્ભાવ છે. તેથી જીવન એ Drift નહિં પણ art; તેમજ artificially પણ નહિં; અર્થાત-ચૈતન્ય શકિતથી પ્રકટ થતી એક સુંદર કળા હોવી જોઈએ. એ કળા પ્રત્યેક વાચક પ્રાપ્ત કરે-એ આશા સાથે ઉપસંહારમાં ૨૩ મા તીર્થંકર શ્રી પાર્શ્વનાથજી મહારાજ અને ઉપસર્ગ હરનારા તેમના અધિષ્ઠાયક પાર્શ્વયક્ષનું મંગલમય સ્મરણ કરી નવીન વર્ષમાં તેઓ પ્રસ્તુત પત્રના વાચકો માટે એવું સાહિત્ય ઉપજાવે કે જે વાંચકોના જીવનમાં રસપૂતિ કરે, નેત્રામાં જ્ઞાનજાતિ ભરે, બુદ્ધિમાં વિવેક પૂરે, હૃદયમાં શ્રદ્ધાને ભંડાર ભરે, સમસ્ત જીવનની પરમાત્મા સાથે અભેદ એકાગ્રતા (Concentration) કરાવે અને મૂર્તિમાન્ આનંદ ઉત્પન્ન કરી નવચેતના પ્રકટાવે એ મંગલમય પ્રાર્થના સાથે નીચેને સ્તુતિ શ્લોક આલેખી વિરમીએ છીએ.
भक्त कामित कल्पद्रुः प्रत्यूह व्यूह नाशनः । त्रैलोक्याद्वैतमाहात्म्यः श्री पार्श्वः पातु नः सदा ।।
શાંતિઃ
For Private And Personal Use Only