Book Title: Atmanand Prakash Pustak 018 Ank 10 Author(s): Jain Atmanand Sabha Bhavnagar Publisher: Jain Atmanand Sabha Bhavnagar View full book textPage 8
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી આત્માનંદ પ્રકાશ. - વર્તમાન સમયમાં ઉક્ત વિષયનું મહત્વ ઘણું જ વધી ગયું છે, પ્રાચીન સમયમાં ઘણા લોકે ખુલ્લા મેદાનમાં રહેતા હતા, ખેતીવાડીના કામમાં મહેનત કરતા હતા, અને પિતાના શરીરને બલિષ્ઠ બનાવવા તરફ વિશેષ ધ્યાન આપતા હતા. આજ કાલ શહેરમાં રહેનારની સંખ્યા દિવસાનદિવસ વધતી જાય છે. શહેરમાં એવા મકાન, દુકાનો અને કારખાનાની અંદર રહેવું પડે છે કે જ્યાં આરોગ્યતાને વિઘાત સહજમાં થઈ જાય છે. શહેર નિવાસીઓને દૈનિક વ્યવસાય પણ એવો હોય છે કે જેમાં શરીર કરતાં મગજને અધિક મહેનત કરવી પડે છે. એનું પરિણામ એ આવે છે કે શહેરમાં રહેનાર લોકોને મોટો ભાગ હમેશાં રોગગ્રસ્ત દશા ભેગવે છે. એ ઉપરાંત વર્તમાન સમયમાં આપણું સ્વાથ્ય બગાડનાર અનેક પ્રકારના દુર્વ્યસનો પણ પ્રચલિત થઇ રહ્યા છે. તે સર્વનું વિસ્તૃત વર્ણન કરવાનું આ સ્થાન નથી, તે પણ એટલું તે કહેવું આવશ્યક જણાય છે કે તમાકુ, મદ્યપાન આદિ વ્યસનને લઈને આપણા નવ યુવાનોમાં અનેક તરેહના રોગે દષ્ટિગોચર થવા લાગ્યા છે, આપણું લેકે ઈન્દ્રિય દમન જેવા સનાતન અને ગહન તત્વને બિલકુલ ભૂલી ગયા છે. કહ્યું છે કે: आपदां कथितः पन्था इन्द्रियाणामसंयमः । तज्जयः संपदां मार्गो येनेष्टं तेन गम्यताम् ॥ અર્થાત્ ઈન્દ્રિયને વશ બની રહેવાથી વિપત્તિ આવી પડે છે અને તેના ઉપર જય મેળવવાથી, દમન કરવાથી સુખ પ્રાપ્તિ થાય છે. પ્રત્યેક વ્યક્તિને માટે બે માર્ગ ખુલ્લા છે. જે માર્ગે જવા ચાહે તે માર્ગે જઈ શકે છે. ખેદની વાત છે કે આપણે આપણું શરીરનું સ્વાથ્ય જાળવવા માટે ઇન્દ્રિય દમન (Self-control ) ઉપર બિલ્કલ ધ્યાન આપતા નથી. જે કારણેને ઉલ્લેખ કરવામાં આવ્યું છે તેનું પૃથક વિવેચન કરવાની આવશ્યકતા નથી. હવે આપણું આરોગ્યને માટે જે ઉપાયને આશ્રય લેવો અત્યંત આવશ્યક છે તેમાંના કેટલાકને ઉલેખ અત્ર કરવામાં આવે છે. સહથી પહેલે ઉપાય બ્રહ્મચર્ય છે. શું તમે અનેક બ્રહ્મચારી મહાપુરૂષનાં નામ નથી સાંભળ્યા ? શું તમે જાણો છો કે એ સઘળા લેકનાં અતુલ સામર્થ્યનું રહસ્ય શું હતું? એટલું તે સિદ્ધ છે કે બ્રહ્મચર્ય જ આરોગ્ય, બલ અને વીર્ય ઉત્પન્ન કરનાર છે. બ્રહ્મચર્યથી જ વીર્યનું રક્ષણ થાય છે અને સંસારમાં સુખનાં નામથી જે વાતે પ્રસિદ્ધ છે તે સર્વની પ્રાપ્તિ થાય છે. એક મહાત્માનું કથન છે કે વીર્યએ શક્તિ છે, શકિત એ જીવન અને તારૂણ્ય છે, શક્તિની ન્યૂનતાને વૃદ્ધાવસ્થા કહેવામાં આવે છે, અને શક્તિનો નાશ એજ મૃત્યુ છે.” તાત્પર્ય એજ છે કે આપણે કઈ એવું કાર્ય ન કરવું જોઈએ કે જે વડે આપણાં બ્રહ્મચર્યની હાનિ થાય. For Private And Personal Use OnlyPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32