Book Title: Atmanand Prakash Pustak 018 Ank 10
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 24
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૭૬ શ્રા આત્માનંદ પ્રકાશ. સ્વઓળખાણ સંબંધી સ્થળ વિચાર. સ્વ ઓળખાણ સંબંધે જીવનમાં જેટલી જેટલી વિચારણા કરવામાં આવશે તેટલી વધુ ઉપયોગી થશે. જીવને પિતાના સ્વરૂપનું ભાન થવું એજ તેના મહદ્દ પૂન્યની નિશાની છે. જગતમાં મુખ્યતત્વ બે છે. જીવ અને અજીવ એ બે તને અવલંબીને જ બીજા ત રહેલાં છે. તે સાત અથવા નવતત્વ પણ અપેક્ષાપુર્વક ગણાય છે. જેનદર્શનકારો નવતત્વ માને છે. બીજા દર્શનકારે જુદી રીતે વધુ તો માને છે, તેમાં પણ મુખ્ય જીવ અને અજીવ યાને જડ અને ચેતન્ય એ બેની તો મુખ્યતા જ હોય છે. હવે આપણામાં ક્યા તો છે, તેને આપણે વિચાર કરીશું તોજ આપણું પિતાપણું કયાં કેટલે અંશે રહ્યું છે તે સમજવાને સુલભતા થશે. ૨ જીવોમાં બે ભેદ છે. એક મુકત જીવો-જેઓને અજીવ-કર્મોનો કંઈ પણ સંબંધ નથી. જેઓએ મહદ પુરૂષાર્થ વાપરી પિતાના આત્મપ્રદેશમાં લાગેલા અજીવ યાને જડ કર્મ યુગલોને સર્વથા નાશ કરી પોતાનું શુદ્ધ સ્વરૂપે પ્રાપ્ત કરેલું છે. એવા મુકત જી જે સિદ્ધ પરમાત્મપદને પામેલા છે. તે જીવો–તે સિવાયના બાકીના સર્વ જીવો સંસારી જીવે છે. એ સંસારી જેમાં પણ ઘણા ભેદ પડે છે. તેમાં આપણું સ્થાન ક્યાં છે. તે સમજવું અગત્યનું છે. ક સંસારી જીવનમાં કેવળજ્ઞાન પ્રાપ્ત કરેલા છો અગ્ર સ્થાન પર આવે છે તે કેવળજ્ઞાનીઓમાં પણ ચોદમાં ગુણસ્થાને વર્તતા અગી કેવળી અને તેરમાં ગુણ સ્થાને વર્તતા સયોગી કેવળી ભગવંત જેઓએ આઠ કર્મો પૈકી ૧ જ્ઞાના વરણીય, ૨ દર્શનાવરણિય, ૩ મેહનીય અને ૪ અંતરાય, એ ચાર ઘાતી કર્મ સર્વથા ખપાવી દીધા છે. બાકીના નામકર્મ–ત્રકર્મ–વેદનકર્મ અને આયુકર્મ એ ચાર ભપગ્રાહી કમ ખપાવવાનો છે. તે કમને ભવનું આયુષ્ય પુરૂ થતાં પહેલાં અનુક્રમે ખપતાં ખપતાં છેવટે સર્વ કર્મ ખપાવી અગી ચોદમુ ગુણસ્થાનક પ્રાપ્ત કરે છે. તે કેટીમાં આપણે આત્મા આવી શકતું નથી. ૪ સોગમાં છદ્મસ્થ બીજે ભેદ છે. એટલે બારમા ગુણસ્થાને વર્તતા ક્ષીણમહી અને અગીઆરમાં ગુણસ્થાને વતતા ઉપશાંત મોહી મુનિ મહાત્માઓ એ કેટીમાં આવે છે. તે સ્થિતી આપણે પ્રાપ્ત કરી નથી. ૫ ઊપશાંતમૂહ છદ્મસ્થ જ્યારે અગીઆરમાં ગુણઠાણે વર્તતા હોય તે મહાત્માઓને તેમાં સમાવેશ થાય છે, તેને ગુણસ્થાનને કાળ અંતરમૂહુર્ત For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 22 23 24 25 26 27 28 29 30 31 32