Book Title: Atmanand Prakash Pustak 018 Ank 10
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 29
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગ્રંથાવલેકન. ૨૮૧ પન્યાસજી શ્રી ઉમંગવિજયજી મહારાજે દક્ષાની ક્રિયા કરાવી હતી અને શિષ્ય પણ તેઓશ્રીના થયા છે. નામ મુનિશ્રી ચરણવિજયજી આપવામાં આવ્યું છે. દીક્ષીત મુનિશ્રી ચરણવિજયજી કેટલાક માસથી પંન્યાસજીશ્રી ઉમંગવિજયજી મહારાજ પાસે ભણતા હતા અને અનુભવ લેતા હતાસાથે સાથે વિહાર પણ કરતા હતા. જેથી હવે પછી ચારિત્ર પાળવું પ્રિય સુલભ થઈ પડે તે બનવા જોગ છે. આવી રીતે કેટલોક વખત મુનિ મહારાજ પાસે રહી અભ્યાસ કરી નિર્દોષ પાણે વાપરવું વિહાર વગેરે કેટલીક ક્રિયા કે સતત રીતે મુનિપણામાં પાળવાની છે તેને અનુભવ લઈ અભ્યાસ કરી પછી લેવામાં આવતું ચારિત્ર સ્થિર થાય છે તે સ્વાભાવિક છે. આ કાળમાં તેવી રીતે ચારિત્ર આપવામાં આવે તે ઇચ્છવા યોગ્ય અને જમાનાને બંધ બેસતું છે અને તે માટે ઉક્ત પંન્યાસજી મહારાજનું આ કાર્ય પ્રશંસનીય છે. આવી પ્રવૃતિ સ્વર્ગવાસી પૂજ્યપાદ આત્મારામજી મહારાજના સમુદાયના કેટલાક મુનિરાજમાં જોવાય છે તેમ જે જે સમુદાયના મુનિરાજોમાં હોય તેને માટે પ્રશંસાપાત્ર અને જમાનાને અનુકુલ છે અને તેવી રીતે જમાનાને સાનુકુળ તેવી પ્રવૃતિની જરૂર હવે જણાય પણ છે, આ શહેરમાં ઘણું લાંબા વખતે દીક્ષા મહોત્સવ થયેલો હોવાથી શ્રી સંઘમાં ઘણો સારો ઉત્સાહ જણાય હતે. દિક્ષા મહોત્સવ પણ સારી ધામધુમથી કરવામાં આવ્યો હતે. દાદાસાહેબની વાડીમાં દીક્ષા આપવામાં આવી હતી. પૂજ્યપાદ પ્રવર્તકજી મહારાજના આવાગમનમાં માંગલીક કાર્યો આ પ્રથમ છે, તેઓશ્રીનું ચાતુર્માસ અમારા સદ્દભાગે અત્રે થશે તે આવા અનેક ધાર્મિક-( માંગલીક કામ અત્રે થવા સંભવ છે. પરમાત્મા તે ઈચ્છા પાર પાડે તેવી પ્રાર્થના છે. સુધારો, ગયા અંકના પૃષ્ટ ૨૪૬ માં આવેલ મરણને ધમાં “ પ્રતાપચંદજી ઘીયાના પુત્ર” એમ છપાલ છે, તેને બદલે “લમીચંદજી ઘીયાના પુત્ર” એમ સમજવું. ગ્રંથાવલોકન પંચમી માહાભ્ય (પ્રથમ ભાગ) જેના અનુવાદક પંડિત લાલચંદ ભગવાનદાસ છે કે જેઓશ્રી બનારસ જૈન પાઠશાળામાં પદ્ધતિથી અભ્યાસ કરી સારા અભ્યાસી બનેલા છે. તેઓ વિદ્વાન હોવાથી તેમણે કરેલો આ અનુવાદ સરલ અને શુદ્ધ હોય તે બનવા જોગ છે. આ ગ્રંથ મૂળ પ્રાકૃત ભાષાને હોઈ તેના કર્તા શ્રી મહેશ્વરસૂરિ મહારાજ છે તે કઈ સાલમાં ક્યાં થયા તે ઐતિહાસિક રીતે ચોકસ જાણી શકાયેલ નથી એમ અનુવાદક મહાશય જણાવે છે, આ બુકમાં તેને રે ભાગ આપવામાં આવેલ છે. આ ગ્રંથના મૂળ કર્તાએ ઉપયોગી સમસ્ત For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 27 28 29 30 31 32