Book Title: Atmanand Prakash Pustak 018 Ank 10
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 30
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૮૨ શ્રી આત્માનંદ પ્રકાશ. વિષયો પર અમૂલ્ય શિક્ષા સૂત્રો ગોઠવ્યા છે તેમજ જનસમાજમાં બોલાતી કહેવતો પણ પ્રસંગે ચિત આપેલ છે, એટલે કે આ ગ્રંથના કર્તા અસાધારણ વિદ્વતા ધરાવતા હતા એમ વાંચવાથી માલૂમ પડે છે ગ્રંથ ખરેખર વાંચવા લાયક આનંદ ઉપજાવે તેવો છે, અનુવાદક બંધુએ કટકે કટકે પ્રકટ કરવા કરતા આખો ગ્રંથ એક સાથે પ્રકટ કર્યો હોત તો તે વધારે ઠીક હતું એમ અમોને જણાય છે. કેટલેક સ્થળે અક્ષર પણ બરાબર જાણુતા નથી તો હવે પછીના ભાગો સુંદર અક્ષરે જેમ વધારે જણાય તેમ છપાવવાની જરૂર છે. કિંમત રૂ -૫-0 મળવાનું સ્થળ –-ગાંધી અભયચંદ ભગવાનદાસ ભાવનગર-હેરીસરેડ નીચેના ગ્રંથો વિગેરે અમને ભેટ મળેલ છે જે ઉપકાર સાથે સ્વીકારવામાં આવે છે. ૧ જૈન ધર્મનું સામાન્ય જ્ઞાન ભાગ ૧ થી ૪ શ્રી મહાવીર જૈન સભા-ખંભાત. ૨ શ્રી છને પૂજા સંગ્રહ (શ્રી માણિજ્ય સિંહ સૂરિ કૃત ) શાહ માણેકલાલ ફુલચંદ, અમદાવાદ. ૩ રત્નાકર પચીશી ( હિંદી પદ્યાત્મક અનુવાદ સાથે. શ્રી આત્માનંદ જૈન સભા, અંબાલા-પંજાબ. ૪ પાલનપુર જૈન વિદ્યાલય ડગને પ્રથમ રિપોટ–કમીટી તરફથી ૫ શ્રી આત્મ કમળ લાઇબ્રેરીને સંવત ૧૯૭૪ના વૈશાખ ૬ થી સંવત ૧૯૭૭ના કારતક વદી ૭૦ સુધીનો રીપોટ ,શ્રી મહાવીર જૈન સભા તરફથી. ૬ શ્રી જેન આત્માનંદ જેન ટેકસાસાયટી અંબાલા– આત્માનંદ જેન સભા. શાસ્ત્રી નર્મદાશંકર દામોદરજીને સ્વર્ગવાસ. વઢવાણ નિવાસી અને ઘણા વર્ષોથી શાસ્ત્રી તરીકે ધંધા અર્થે અત્રે રહેલા શાસ્ત્રીજી નર્મદાશંકર ચૈત્ર વદી ૬ ગુરૂવારે પંચત્વ પામ્યા છે. સુમારે ૩૦ વર્ષથી જૈન મુનિવરને સંસ્કૃત શીખવવાને અને જેન ધર્મના અનેક ગ્રંથોના ભાષાંતરે અને બીજી રીતે પણ ગ્રંથે તેમણે અનેક સંસ્થાને તૈયાર કરી આપેલ પ્રકટ થયેલ છે. આ સભાનું તેવું કાર્ય તેઓ પ્રથમથી જ કરતા હતા. તાત્કાળીક કાવ્ય બનાવવાની તેમની બુદ્ધિ હતી, જનરંજન કરવાની તેમનામાં કળા હતી, તેઓ અત્રે સ્ટેટ હાઇસ્કુલમાં સંસ્કૃત શિક્ષક તરીકે નોકરીમાં હતા, તેમના સ્વર્ગવાસથી એક સારા સંસ્કૃત શિક્ષકની ખોટ પડી છે, અને તેમના સંબંધીઓને દિલાસો આપીએ છીએ અને તેમના આત્માને શાંતિ મળે એમ ઈચ્છીએ છીએ. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 28 29 30 31 32