Book Title: Atmanand Prakash Pustak 018 Ank 10
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 23
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઉપમિતિ ભવપ્રપંચ કથા ઉપમુક્ત વચનોને અનુવાદ ૨૭૫ ૫૩ જીવદયા, વૈરાગ્ય, વિધિ યુક્ત ગુરૂ પૂજન, અને વિશુદ્ધ એવી શીલ (સદાચાર) વૃત્તિએ પુન્યાનુબંધી પુન્ય જનક છે. ૫૪ જગનમાં દયા હિત કરનારી, સર્વ ગુણને પેદા કરનારી અને દેષ માત્રને ટાળનારી ધર્મના રહસ્ય રૂ૫ દયાજ છે. પપ મહામેડ અને પરિગ્રહ-મમતા ખરેખર ત્રાસદાયક છે. પદ પાપાચરણથીજ દુ:ખ માત્ર ઉત્પન્ન થાય છે. પ૭ સહુ કોઈનું મન સંપાદન કરવું ખરેખર દુર્લભ છે. ૫૮ આ ભવ અટવીમાં સાધુવંદન સદભાગ્યેજ થાય છે. ૫૯ દુષ્ટ રાગાદિક ની સંગતિ પરિણામે દુ:ખદાયીજ છે. ૬૦ દુષ્ટ પાપી જનેને શિક્ષા કરવી એ રાજાને ધર્મ છે. ૬૧ માત પિતાના ઉપકારનો બદલો કેમે વળી ન શકે. દર જગતમાં જુગાર જીવોને સર્વ અનર્થ ઉપજાવનાર છે. ૬૩ નબળાની સખતથી નુકશાનજ અને સારાની સેબતથી ફાયદો જ સંભવે છે. ૬૪ ભાગ્યશાળી જનને જ વધારે યાદ કરાય છે. ૬૫ ધર્મોપકાર કરનાર સાધુ જનનું મૂલ્યાજ કરી ન શકાય. ૬૬ ધીર પુરુષે સ્વબુદ્ધિ-ચક્ષુથી (પરિણામ) જોઈ શકે છે. ૭ દુર્જનોને સંગ નજ કરે, સજજનેનજ સંગ કરે. ૬૮ ક્રોધથી તેજ પ્રતાપની વૃદ્ધિ થતી નથી, પણ તેજ ઘટે છે. ૬૯ પુદય વગર જીવનું કાંઈ પણ વાંછિત ફળતું નથી. ૭૦ અમૃતના કુંડામાં કદાપિ કડવાશ હોતી નથીજ. ૭૧ જૂગટાખોરને અહીં કે પરલોકમાં કયાંય સુખ નથી. ૭૨ હારે ખરે માર્ગ મૂકવા નહીં અને શત્રુઓને પરાસ્ત કરવા. જીવ મેહ (શત્રુ) ને દળી નાંખવા જેવો બીજે કઈ ભારે ઉપકાર નથી. જ જાતવંત-કુલીન પુરૂષોને પરસ્ત્રીગમન લાજમ નથી જ. ૭૫ સ્વાભિમાની જનોને અપમાનકારી સાથે જ રહેવું ઘટમાન નથી. ૭૬ ભાગ્યહીનને રત્નના ભંડાર સાંપડતો જ નથીજ. ૭૭ સહેજે કરાય એવા કાર્યમાં પણ પ્રમાદી ઠપકા પાત્ર થાય ખરો. ૭૮ ઉચિત મર્યાદાનું કદાપિ ઉલંધન કરવું નહીં. ૭૯ સહોદર-સગાભાઈથી થતો પરાભવ ક્ષમાળુ પણ સહી ન શકે. ૮૦ શુદ્ધાત્મા એવો સજન દુર્જનના દુરાચરણ બરાબર ખાત્રીથી માની નથી શકતે. -ચાલુ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32