________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭૪
શ્રી આત્માનંદ પ્રકાશ.
ગુણસ્થાનવર્તિ અને ચોથાથી નીચેના યાવત્ મિથ્યાત્વ ગુણસ્થાનવાળા તમામ
છ પ્રમાદ દશાવાળા છે. આ ગુણસ્થાન આશ્રિ આત્મસ્વરૂપની જે વિચારણા કરવાની છે તે અંતરંગ પરિણામ ભાવની છે. કયા જીવ મિથ્યાત્વને છોડીને સમ્યકત્વને પામ્યા છે; અને સમ્યકત્વ પામ્યા પછી ભાવથી પાંચમુ દેશવિરતી ગુણસ્થાનક પ્રાપ્ત કરવાને ભાગ્યશાળી થયા છે, તે વિશિષ્ટ જ્ઞાની સિવાય જાણી શકે નહી. પણ બાહ્ય આચરણ વ્યવહારથી જે ત્યાગ વિરતી અંગીકાર કરે તે ઉપરથી અનુમાન થઈ શકે.
૯ સમકિતી જીવની પ્રવૃત્તિ કેવા પ્રકારની હોય તેનું અનુમાન સડસઠ પ્રકારથી થઈ શકે છે. સમક્તિના સડસઠ ભેદ યાને ગુણ બતાવેલા છે. તે ગુણો પૈકી આપણા પોતાનામાં કયા ગુણે ઉસન્ન થયા છે તે આપણે આત્મનિરીક્ષણ કરી નક્કી કરવાથી આપણે આપણા આત્માની યોગ્યતા કેટલી છે તે નક્કી કરી શકીશું. એ સડસઠ ગુણે સમક્તિની પ્રાપ્તિ માટે અને સમક્તિ પ્રાપ્ત થયું હોય તો તેની વધુ નિર્મળતા માટે આપણે આદરવા લાયક છે. એ સડસઠ ગુણેની પ્રત્યેકની વિચારણા કરવાથી લંબાણ થાય માટે આત્માએ બીજે ઠેકાણેથી તેને ખપ કરી લેવા ભલામણ કરવામાં આવે છે.
૧૦ સમક્તિની પ્રાપ્તિ પૂર્વક સગુણે પ્રાપ્ત કરવાને માટે પ્રયત્ન કરે જોઈએ. એકલું સમક્તિ પ્રાપ્ત થયું એટલે આપણે કૃત કૃત્ય થઈ ગયા એમ સમજી સંતોષ માનવાનો નથી. જ્યાં સુધી કેવળ જ્ઞાન, કેવળદર્શન અને યથાખ્યાન ચારિત્ર જે આત્માના સહજ સ્વાભાવિક ગુણજ છે, તે આપણે પ્રગટ કર્યો નથી ત્યાંસુધી અસ૬ પ્રવૃત્તિનો ત્યાગ અને બાહ્ય ઉપાધી ઓછી કરવાને પોતાની શક્તિ મુજબ સર્વ વિરતી પ્રાપ્ત કરવાની ઇચ્છા પૂર્વક થોડી થોડી એટલે દેશથી પણવિરતી ગુણને અંગીકાર કરી એ ગુણમાં આગળ વધવું જોઈએ અને તે કરવા માટે કોધમાન, માયા અને તેમનું સ્વરૂપ સમજી એ કષાયે પાતલા પડે તેમ આપણે કરવું જોઈએ. જ્ઞાનીઓનું એ કથન છે કે આ ચાર પ્રકારના કષાયનું જોર આપણામાં પ્રબળ હશે, ત્યાં સુધી આપણે આપણા આત્માને સદગુણી બનાવવાને કદીપણ શક્તિવાન થઈ શકવાના નથી માટે તેની મંદતા ક્ષયોપશમ કરવાને હમેશ ઉપયોગ રાખવો જોઈએ.
૧૧ સમક્તિથી હેડલની કેટીમાં મિથ્યાત્વી જીવે આવે છે. આ મિથ્યાત્વ આશ્રી બે ભેદ છે, ભવ્ય અને અભિવ્ય, ભવ્ય જીવને કાળાંતરે પણ સામગ્રીની જોગવાઈ મળે તે પોતાના આત્માની ઉચ્ચ દશા પ્રગટ કરી શકે છે. ત્યારે અભવ્ય જીવમાં સિદ્ધપણાની લાયકાતજ નથી. આપણે જીવ ભવ્ય છે કે અભવ્ય એ પાપણે સમજવું જોઈએ. પ્રથમ તે અભવી જીવને પિતાને એવો વિચાર આવતે
For Private And Personal Use Only