Book Title: Atmanand Prakash Pustak 018 Ank 10
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 20
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૭૨ શ્રી આત્માનંદ પ્રકાશ. રીયાતો પુરૂં પાડનાર ફંડમાં નિ:સ્વાર્થ પણે ધનભંગ ચલાવનાર જોઈએ. ફળની ઈચ્છા વિના, બીજા ચાલુ સખાવતના ખર્ચમાંથી રકમ બચાવી, વાહવાહની ઈચ્છાને તિલાંજલી આપી ખરા શાસનદયની લાગણીવાળો જ ગૃહસ્થ ઘન રોકી શકે, બીજાનું આ કામ નહીં. આડાઅવળા ખર્ચા કરવા કરતાં આવા કામને વિશેષ ઉપચગી જાણ બીજા ખર્ચમાં સંકોચ કરનાર વ્યક્તિ શુદ્ધ ઉદ્દેશો સમજી શકે છે એમ માનવાને કારણે છે. આવી રીતે આ ફંડમાંથી કેન્દ્રમંડળ પિતાની સંપૂર્ણ જનાઓ ઘડે, તેને વ્યાપક બનાવવા તૈયાર થાય અને સંપૂર્ણ બળથી કામ શરૂ કરે અને પાર પાડે તે પછી ધનની ત્રુટી રહેવાની નથી જ. પણ જ્યાં સુધી છુપી તેયારી કરવાની હોય છે, અને જાહેર પ્રજાનું તે તરફ ધ્યાન ગયું નથી હોતું તેની સત્યતા અને ઉપયોગીપણું નથી સમજાયું, ત્યાં સુધી કેન્દ્રમંડળમાં નિ:સ્વાર્થપણે ધન વ્યય કરવાની અવશ્ય જરૂર ખરી કે નહીં ? આવું હજુ સુધી જેન સમુદાયમાં કેન્દ્રમંડળ છેજ નહીં. કોન્ફરન્સને કદાચ માનવામાં આવે પણ તે અયોગ્ય છે. કેન્ફરન્સના ઉદેશે સ્તુત્ય હોય છે, પણ તેવી ગોઠવણ નથી. - વિદ્વાન મુનિઓ અને ગૃહસ્થ, તેમજ લાગણીવાળી વ્યક્તિઓ ભલે થોડી હિય તેનું જ કેન્દ્ર બનવું જોઈએ. જે વ્યક્તિઓ ઉત્તમોત્તમ વ્યક્તિઓ હાલના પ્રમાણમાં હોય તેવા માણસો જોઈએ. લાગણીવાળા ઘણા સમાજમાં હશે, કેટલાક માત્ર ધર્મ પર ઓઘ સંજ્ઞાથી પ્રેમ રાખનારા હોય છે, તેઓનું આ કેન્દ્રમાં કામ નહીં. જે સમાજનું ભવિષ્ય ઘડી શકે તેવા હોય તેવાજ આ કેન્દ્રમાં લઈ શકાય. કેન્દ્ર રચનાર મુનિ કે ધનવાન ગૃહસ્થની સૌથી પહેલી જરૂર છે. આ કેન્દ્ર બળ પર આવ્યા પછી જે જે કામે યેગ્ય હશે તેને ઉત્તેજન આપશે, બીજાને ઓછું વજન આપશે અને છેવટે બિલકુલ વજન પણ ન આપે. નવા કામ એગ્ય હશે તેનેજ શરૂ થવા દેશે. આ રીતે કેટલેક અંકુશ મુકાશે અને આગળ વધશે. એજ प्रकाशितं मया ज्ञानं भुवि जैनत्वख्यापकम् । दानीकृतं जगत्कृते सनातनसुखप्रदम् ॥१॥ જગતમાં જૈનત્વને પ્રસિદ્ધ કરનાર અને એટલા પરથી ખરૂં સુખ આપનાર આ મારો અનુભવ જાહેર કર્યો છે અને જગતને માટે અર્પણ કર્યો છે.” લેખક, પંડિત પ્રભુદાસ બેહેચરદાસ. મુ. પાટણ. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32