Book Title: Atmanand Prakash Pustak 018 Ank 10
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 6
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૫૮ શ્રી આત્માનંદ પ્રકાશ શારીરિક સ્વાધ્ય. વિઠ્ઠલદાસ મૂ. શાહ. Practical success in life depends more npon physical health than is generally imagined." Smiles. જીવન સાફલ્યનો સામાન્યતઃ ધારવામાં આવે છે તે કરતાં વધારે આધાર શારીરિક સ્વાથ્ય ઉપર રહેલો છે. ” સ્માઈલ્સ, शरीरमाद्यं खलु धर्मसाधनम् ।। વાસ્તવિક રીતે જોતાં મનુષ્યનું જીવન એક પ્રકારનું સંગ્રામજ છે. આ જીવનમાં પ્રત્યેક મનુષ્યની સામે સુખ અને દુ:ખ, શુભ અને અશુભ, સત્ય અને અસત્ય, હિત અને અહિત, વિજય અને પરાજય વિગેરે ઇન્દ્ર રૂપક ભિન્ન ભિન્ન એ માર્ગ ખુલા રહે છે, એ માર્ગોમાંથી ક્યા એકને પસંદ કરો યા ના પસંદ કરવો અને તેની અનુસાર વર્તવું તે પ્રત્યેક મનુષ્યની સ્વતંત્ર બુદ્ધિને આધીન છે. કોઈ લોકે આ માનવ જીવનને કેવલ દુઃખમય અને કંટક પૂર્ણ કહે છે અને સર્વદા તેની નિંદા કર્યા કરે છે. પરંતુ તત્વજ્ઞાની દષ્ટિથી આ સંસાર, અર્થાત્ આપણું માનવ-જીવન સુખમય બનાવી શકાય છે. ખરું જોતાં તે આ સંસાર અર્થાત આપણું જીવન કેવલ દુખપૂર્ણ નથી તેમજ કેવલ સુખપૂર્ણ નથી. અંગ્રેજ વિદ્વાન મી. હેસ પોતાના નિબંધોમાં લખે છે કે “'There is no unmixed good or happiness in this world. " સત્ય છે. આ જીવન સુખ અને દુ:ખનું મિશ્રણ જ છે. તેમજ અનુભવથી એ વાત પણ સિદ્ધ થાય છે કે તેને દુ:ખી અથવા સુખી બનાવવું તે આપણુજ હાથમાં છે, વૈપાલના મત પ્રમાણે તો આ જીવન તે લોકોને માટે સુખમય છે કે જેઓ વિચાર મગ્ન રહે છે, પરંતુ જે લોકો કેવળ પોતાની ઈન્દ્રિયોના વિકારોને આધીન બની રહેલા છે તેઓને માટે આ જીવન સંપૂર્ણત: દુ:ખથી ભરેલું છે. તાત્પર્ય એ છે કે આપણે આપણા જીવનને જેવું બનાવવા 2014 ag' said 23137 str. “ As a rnle, life is what wo choose to make it.” હવે પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે આપણે આપણા જીવનને સુખપૂર્ણ કેવી રીતે બનાવી શકીએ ? આ સંસારમાં એ કઈ મનુષ્ય નથી કે જે જાણી બુજીને દુઃખની ઈચ્છા કરે. પ્રત્યેક મનુષ્યની એજ ઈચ્છા હોય છે કે મને સુખ, શાંતિ અને વિજય પ્રાપ્ત થાય. પરંતુ એનું શું કારણ છે કે ઈચ્છા ન હોવા છતાં For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32