________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્મદર્શન ગીતા
,
૧૫૭
સાજનજ્ઞાનત્રિાઉન ક્ષમા ! I
સમ્યગ દર્શન, સમ્યગ જ્ઞાન, સમ્યગ ચારિત્ર એ રત્નત્રયી મોક્ષનો માર્ગ છે. તે દર્શન ક્ષપશમ હોય તે છઠ્ઠા ગુણસ્થાનક સુધી; ઔપથમિકભાવે અગીયારમા ગુણસ્થાનક સુધી અને ક્ષયિક ચૌદમાં ગુણસ્થાનક સુધી ગમન કરાવે છે. એટલે સર્વ ભાવે પિતાની જેટલી શક્તિ હોય તેટલી શ્રેણિએ ચડાવવામાં આત્માને સહાયક થાય છે, તેથી કેવલ જ્ઞાનની પ્રાપ્તિમાં ઉપાદાન કારણરૂપ પરંપરા એ ક્ષયે પશમ ભાવ છે. ક્ષાયિક ભાવના ચારિત્રમાં પણ પશમ ભાવનું ઉપાદાન કારણ પણું અવશ્ય છે જ.
માટે ક્ષોપશમ ભાવ ઉપાદાન કારણ બનીને જીવને પરંપરાએ ત૫ જ૫ સ્વાધ્યાય ધર્મ અને શુકલધ્યાનવડે. ક્ષાયિક ભાવે કેવળજ્ઞાન કરાવી સર્વ પૂર્ણ સુખનો કતા બનાવે છે. દશા सर्वकर्मक्षयं कृत्वा, जीवा यान्ति शिवालय, याता यास्यन्ति भव्यास्तु, निष्क्रियाः शुद्धरूपकाः ॥ ६८ ॥
અથ–સર્વ કર્મના સમૂહને ક્ષય કરીને જીવે શિવાલયમોક્ષ સ્થાનમાં જાય છે. પૂર્વ ભૂતકાળમાં અનંત ગયા છે. ભવિષ્યમાં પણ અનંત જશે પણ તે સહજભાવે પિતાના સ્વરૂપને પામીને નિષ્ક્રિય થઈને મોક્ષ પામે છે.
વિવેચન –સર્વ જીવાત્માઓ કાયમ માટે સંસારમાં રખડનારા છે એવું કાંઈજ નથી. જે આત્મસ્વરૂપ ઓળખે
For Private And Personal Use Only