Book Title: Atamgyani Shraman Kahave
Author(s): Kumarpal Desai
Publisher: Mahavir Jain Aradhana Kendra Koba

View full book text
Previous | Next

Page 11
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ઈ. સ. ૧૯૬૧માં લુશાળામાં ઝીંક ઓક્સાઈડની ફેકટરી શરૂ કરી. ૧૯૬૭માં એકસપોર્ટના વ્યવસાયમાં ઝંપલાવ્યું. એમાં પણ ગિરધરભાઈએ આગવી નામના મેળવી. કેન્દ્ર સરકારે એમને એકસપોર્ટની યશસ્વી કામગીરી માટે ત્રણ ઍવોર્ડ એનાયત કર્યા. ગુજરાત સરકારે પણ એમના પર સન્માનની નવાજેશ કરી. ઈ. સ. ૧૯૭૩માં ‘કેજલ્સ' નામની કાપડની વિશાળ દુકાન શરૂ કરી. ૧૯૭૪માં ભારત ક્રાઉન એન્ડ મેટલ ઇન્ડસ્ટ્રીઝ નામના કારખાનાનો કાર્યભાર સંભાળ્યો. ગિરધરભાઈ વ્યવસાયમાં ડૂબેલા હતા, છતાં પુત્રોની કેળવણી તરફ ખૂબ ધ્યાન આપ્યું. શશીકાંત, દિનેશ, પ્રદીપ, જિતેન્દ્ર, મનોજ અને અશ્વિન જેવા પુત્રો અને પુત્રી મંજુલાને અભ્યાસ કે વ્યવસાયમાં સતત પ્રેરણા અને પ્રોત્સાહન પૂરાં પાડ્યાં. ગિરધરભાઈ એક બાજુ વેપારના જુદાં જુદાં ક્ષેત્રોમાં ખેડાણ કરે, બીજી બાજુ વિશાળ કુટુંબનું ધ્યાન રાખે. પણ આ બધાની સાથોસાથ તેઓ ધર્મપરાયણ જીવન પણ ગાળતા હતા. ઉપાશ્રય બાંધવો હોય તો સહુ ગિરધરભાઈની સલાહ લેવા આવે. તેઓ કહે છે કે પરમ પૂજ્ય કૈલાસસાગરસૂરીશ્વરજી મહારાજના આશીર્વાદનો એમના જીવન પર પ્રબળ પ્રભાવ પડેલો છે અને તેથી જ એ મહાન ગચ્છાધિપત્તિના ચરણકમળમાં સમર્પિત થતું આ શબ્દપુષ્પ પ્રગટ કરવા માટે એમણે સદ્ભાવ દાખવ્યો, તે સર્વથા ઉચિત છે. મ Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦ ટ્રસ્ટીગણ શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર, કોબા For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 170