Book Title: Atamgyani Shraman Kahave
Author(s): Kumarpal Desai
Publisher: Mahavir Jain Aradhana Kendra Koba

View full book text
Previous | Next

Page 9
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org સેવા-ધર્મની સુવાસ “આતમજ્ઞાની શમણ કહાવે" એ પરમપૂજય ગચ્છાધિપતિ કૈલાસસાગરસૂરીશ્વરજી મહારાજસાહેબના અધ્યાત્મજીવનને આલેખતા ગ્રંથને એક સંસ્કારી અને ધર્મપરાયણ કુટુંબનો આર્થિક સહયોગ મળ્યો છે તે કઇ રીતે ભૂલી શકાય . આવા ધર્મકાર્યમાં પણ એ વિશાળ કુટુંબની સંસ્કારવાસે સતત પ્રટતી દેખાય છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir જૂના ગ્રંથી પંદર માઇલ દૂર આવેલા મઘરવાડા ગામમાં જીવાના લક્ષ્મીચંદ વોરાનું ભાવનાશીલ કુટુંબ રહેતું હતું. કુટુંબના મોભી જીવણભાઇના હૃદયમાં જિનશાસન પ્રત્યે અગાધ લાગણી હતી. મઘરવાડામાં સાધુજનોનો યો થતા એમનું હૈયુ નાચી ઊઠતું હતું. એમની વૈયાવચ્ચનો બને તેટલો લાભ મેળવવા સદા તત્પર રહેતા. જુનાગઢથી સાધુ-સાધ્વીઓ વિહર કરીને ગલી જાય,ત્યાંથી મઘરવાડા આવે અને એ રસ્તે થઇને માંગરોળ, ચોરવાડ, વેરાવળ કે પ્રભાસપાટો તરફ વિહાર કરતા હતા. જીવણભાઇ જેટલા ધર્મપરાયણ હતા, એટલા જ એમના પત્ની મણિબહેન માનવતાચાહક હતાં. કોઇ ગરીબને જુએ અને એને મદદ કરવા દોડી જાય. કોઇ ભુખ્યાને જુએ અને એને ભોજન આપવા પહોંચી જાય. એમને વૈદક પણ આવે. મઘરવાડામાં કોઇ બીમાર પડયું હોય, તો મણિબહેનને બોલાવવામાં આવે. કોઇ અડધી રાતે આવે, તો પણ મણિબહેન હોશભેર એને દવા આપે. પોતાની પાસે ધંધારોવજ રાખ. કોઇને કાનમાં પીડા થાય તો દવાનાં ટીપાં આપે. ખામ બીજાની સેવામાં જાત ઘસી નાખવામાં એમને ખૂબ આનંદ આવતો. કયારેક મોડી રાત્રે મણિબહેનને યાદ આવે કે ગાયને ખડ નાખવાનું રહી ગયું છે તો દીકરાને ઉઠાડ. કહેકે આપણે ખાઇએ તો એને કેમ ભૂખ્યું રાખી કાય ? દીકરાને ઘાસ નાખવા મોકલે, આવી જ રીતે જેના ઘરની આર્થિક સ્થિતિ નબળી હોય. એને અનાજ, ભોજન વગેરેની મદદ કરતા. કેટલાક મણિબહેન પ્રંસ મદદ લેવા આવતા, પણ જો કોઇ શરમસંકોચને કારણે એમના ઘર આવે ન તા પાંતે જાતે જઇને આપી આવતા. રોજ જરૂર કરતાં વધુ રોટલા બનાવતા. દ -શાક પણ વધુ કરે અને પછી દીકરાઓને કહે કે અમુકને ધેર આ ભોજન પી આવો. ભૂખ્યાને ભોજન આપવું-એ સંસ્કારો મણિબહેને સનત પોતાના વ્યવહાર પોતાના બાળકોમાં રેડયાં. એમના ઘરને કયાંય સાંકળ કે તા હોય નહીં. બીજાને આપવામાં જ માને, એને ત્યાં ચોરી થાય કેમ ” એમનું ઘર સાવ ખુલ્લું હોય. એમને કદી ચોરીની ધાસ્તી લાગતી નહીં. રોટલો બનાવે તો પહેલાં કૂતરાની ચાનકી બનાવે. પહેલા કૂતરાને રોટલો આપે પછી જ સહુએ જવાનું હોય. ८ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 170