Book Title: Atamgyani Shraman Kahave
Author(s): Kumarpal Desai
Publisher: Mahavir Jain Aradhana Kendra Koba

View full book text
Previous | Next

Page 7
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આમાં ખૂટતી માહિતી અથવા તો વધુ શ્રદ્ધેય માહિતી કોઈની પાસે હોય તો જણાવવા વિનંતી છે. સૌથી મોટી મુશ્કેલી એ હતી કે આ સાવ નિ:સ્પૃહી મહાત્મા હમેશાં પ્રસિધ્ધિથી અળગા રહ્યા હતા. એમને વિશે ભાગ્યે જ કોઈ લેખ મળે. વળી એમણે પોતે પોતાનાં પ્રવચનોનાં કોઈ પુસ્તક પ્રગટ કર્યા નહોતાં કોઇ રોજનીશી લખી નહોતી. એમનો પત્રવ્યવહાર પણ બહુ ઓછો મળ્યો, આથી એમના સમકાલીનોને મળીને બને તેટલાં સ્મરણો એકઠા કર્યા ઇડા મિન ટારબેલે પણ અમેરિકાના માનવતાવાદી પ્રમુખ અબ્રાહમ લિંકનનું ચરિત્ર લખતાં પહેલાં એમના અનેક સમકાલીનો પાસેથી સ્મરણા ભેગાં કર્યાં હતાં ને! આપણે ત્યાં ઘણાં ચરિત્રો લખાય છે. સાધુમહારાજના ચરિત્રમાં ક્યાંક માત્ર ધાર્મિક અનુષ્ઠાનોની લાંબી લાંબી વિગતો મળે છે. વાસ્તવમાં રચરિત્ર એ નથી શુષ્ક ઈતિહાસ કે નથી માત્ર માહિતીનો ખડકલો. ચરિત્રનું આલેખન એવું રસપ્રદ રીતે થવું જોઈએ કે ચરિત્રનાયકના આંતર-બાહ્ય વ્યકિતત્વની વાચ કને અનુભૂતિ થાય. ચરિત્રમાં માત્ર “સત્યમ્' નહીં, બલકે “સુંદરમુંના સુમેળ સધાવો જોઈએ. ચરિત્રલેખક તથ્યો. વિગતો કે માહિતીને એક વૈજ્ઞાનિકની માફક ચકાસે છે ખરા. પરંતુ એનું આલેખન તો એક કલાકારની પેટે કરે છે. પરિણામે આ ચરિત્રમાં પણ લાંબા પુર્વ ઇતિહાસ, નીરસ પૂર્વભૂમિકા કે માત્ર ધર્મઅનુષ્ઠાનાની વિગતો આપવાને બદલે માનવઆત્માના વિકાસનો માર્મિક પરિચય મળી રહે તેવો આશય રાખ્યા છે. સમભાવ અને તાટધ્યથી રસપ્રદ ચરિત્રલેખન કરવાનો પ્રયાસ કર્યો છે. ચરિત્રનાયકના ઊર્મિજગત અને વિચારસૃષ્ટિનાં સંવેદનોને આલખીને એમના આંતર જીવનમાં આવેલી ભરતી-ઓટની ઓળખ આપી છે. પરમ પૂજય આચાર્યશ્રી કૈલાસસાગરસૂરીશ્વરજી મહારાજસાહેબના જીવનના અનેક પ્રસંગા પરમ પૂજય આચાર્યશ્રી પમસાગરસૂરીશ્વરજી મહારાજ અને એમના મુનિર્વાદ પાસેથી મળ્યા છે. સાચી ગુરુ ભક્તિ અને સાચી ગુરુઅંજલિ આપતા હોય તેમ તેઓએ દિવસોના દિવસો સુધી આન માટે સમય ફાળવ્યો અને જરૂરી માહિતી આપી. પરમ પૂજય આચાર્યશ્રી ભકરસૂરીશ્વરજી મહારાજસાહેબ તથા પરમ પૂજય આચાર્યશ્રી સુબોધસાગરસૂરીશ્વરજી માં ૨ાજસાહેબ પણ ઘણા માર્મિક પ્રસંગા કહ્યા. સમગ્ર ચર નું આલેખન થયા બાદ પરમ પૂજય આચાર્યશ્રી કલ્યાણસાગરસૂરીશ્વરજી મહારાજ સાહેબ આખું ચરિત્ર જોઈ ગયા અને એમાં જરૂરી સુધારા-વધારા સુચવીને આ ચરિત્રને પ્રમાણભૂતતાની મહોર મારી. મુનિરાજ શ્રી સંયમસાગરજી મહારાજ – સાહેબ, મુનિરાજ શ્રી શિવસાગરજી મહારાજસાહેબ. મુનિરાજ શ્રી For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 170