Book Title: Atamgyani Shraman Kahave
Author(s): Kumarpal Desai
Publisher: Mahavir Jain Aradhana Kendra Koba

View full book text
Previous | Next

Page 8
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org અરુણોદયજી મહારાજસાહેબ પાસેથી પાસેથી ઘણી ઉપયોગી માહિતી મળી. તથા અન્ય સાધુભગવતો પૂજ્ય આચાર્યશ્રી કૈલાસસાગરસૂરીશ્વરજીના સંસારી જીવન વિશે એમના ભત્રીજા શ્રી રામપ્રકાશજી જૈન પાસેથી મૂલ્યવાન વિગતો મળી. મહેસાણામાં પૂજ્ય આચાર્યશ્રી કૈલાસસાગરસૂરીશ્વરજીને અભ્યાસ કરાવનાર પંડિત શ્રી પુખરાજી અમીચંદજીએ સ્વાસ્થ્યની પ્રતિકૂળતા હોવા છતાં મારી જિજ્ઞાસાના ઉત્તર વિગતે લખીને આપ્યા. સર્વશ્રી સુમતિભાઈ હરડે, રમણલાલ મણિલાલ શાહ (સાણંદવાળા), યુ. એન. મહેતા, હેમતંભાઈ બ્રોકર, ફ્તેહચંદ કેસરીચંદ, શાંતિલાલ મોહનલાલ શાહ, શનાલાલ ટી. શાહ, હિતેન્દ્રભાઈ કે. શાહ, બાબુભાઈ કડીવાળા, રાજેન્દ્રભાઈ શાહ, ચંપકલાલ મણિયાર તથા અન્ય અનેક મહાનુભવોના અમે આભારી છીએ કે જેમણે આ જીવનચરિત્રના આલેખન માટે સામગ્રી અને સુવિધા પૂરી પાડી. ગુરભક્તિથી પ્રેરાઈને શ્રી ગિરધરલાલ વોરાએ આ સુંદર પ્રકાશન માટે જરૂરી આર્થિક સહયોગ આપ્યો, તેઓના પણ અમે આભારી છીએ. પુસ્તકની ભાષાશુદ્ધિ અંગે શ્રી જયન્ત પરમારના સહયોગને સ્મરું છું. આવા ચરિત્રના આલેખનમાં જાણ્યેઅજાણ્યે કંઈ ત્રુટિ રહી ગઈ હોય તો ક્ષમા આપીને ધ્યાન દોરવા વિનંતી છે. આ ચરિત્રનું આલેખન થતાં એક પ્રકારના આત્મસંતોષ અને આનંદનો અનુભવ થાય છે. જેમ જેમ આના આલેખનમાં તાદાત્મ્ય અનુભવતો ગયો, તેમ તેમ આત્મામાં અનેરા ઉલ્લાસનો અનુભવ થયો. આવી વિભૂતિનું જીવન શબ્દ રૂપે સાકાર કરવા માટે પરમ પૂજ્ય આચાર્યશ્રી પદ્મસાગરસૂરીશ્વરજી મહારાજસાહેબે મારામાં જે શ્રદ્ધા મૂકી તે માટે તેઓનો હું સદાનો ઋણી છું. Acharya Shri Kailassagarsuri Gyanmandir ચરિત્ર ચારિત્ર્યને ઘડે છે અને એમાં પણ આવું ચરિત્ર તો આત્મઘડતર અને આત્મવિકાસ સાધનારું છે. એ વિભૂતિના જીવનની સમગ્ર મહત્તા તો શબ્દોથી સાકાર કરવી મુશ્કેલ છે, પરંતુ આમાંથી કંઈક ઝલક પણ અધ્યાત્મજિજ્ઞાસુઓને મળી રહેશે તો મારો શ્રમ સાર્થક લેખીશ. કુમારપાળ દેસાઈ જ્ઞાનપંચમી કારતક સુદ પાંચમ, વિ. સં. ૨૦૪૫. ✡ ૭ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 170