________________
સવારે સૂર્ય ઊગે તે ઓગળવા માંડે, તે બાદબાકી થઈ સરવાળાની.
જ્ઞાની હંમેશાં જેના જેના ગુણાકાર થયા હોય, તેના તેના ભાગાકાર કર્યા કરે.
જ્ઞાની પુરુષ બધે જ વીતરાગ હોય. સમાનતા હોય એમને. બધે જ દર્શન કરવા જાય. કોઈ પુદ્ગલ પક્ષમાં ના હોય. મારું જૈન પુદ્ગલ કે મારું વૈષ્ણવ પુદ્ગલ એવું ના હોય. બધે ભાગાકાર કરી સરખું કરી
ખાનારો જાણે નહીં ને જાણનારો ખાય નહીં. પુદ્ગલ કોઈ દિવસ ધરાય નહીં. એ સદા ભિખારી ને ભિખારી જ રહેવાનું.
જે પુદ્ગલને તરછોડ મારે તે ભવોભવ ભેગું ના થાય. આ ભવે થાય પણ પછી ના થાય. કશાનો તિરસ્કાર ના કરે તો ઘેર બેઠાં બધું મળે તેમ છે, એવો તો આત્માનો વૈભવ છે !!!
ઑર્નામેન્ટલ જગ્યા, ઑર્નામેન્ટલ રસ્તાઓ બધું જુએ એટલે પૌગલિક મસ્તી ચઢે. એનાથી સંસાર અનંતો થાય.
શ્રીમદ્ રાજચંદ્ર કહ્યું છે કે “જૈન પુદ્ગલ ભાવ ઓછો થયે આત્મધ્યાન પરિણમશે.”
વૈષ્ણવને વૈષ્ણવ પુગલ ને જૈનને જૈન પુદ્ગલ મોક્ષે ના જવા
નાખે.
જડની જોમેટ્રી (ભૂમિતિ) તેના થિયરમમાં સૉલ્વ થાય છે, તો આ તારો (મિશ્રચેતનનો) થિયરમ શું સૉલ્વ નહીં થાય ? જડ વ્યવસ્થિત અવળું આપે તો જ્ઞાન આપી જશે ને સવળું આપે તો મઝા છે જ ને ! બન્નેથી લાભ જ છે ને ! કેટલું સિમ્પલ સોલ્યુશન દાદાશ્રી આપે છે !
આ બધી જ પુદ્ગલની કરામત છે ને ઑર્ગેનાઈઝેશન પણ પુદ્ગલનું જ છે. આત્માનું તો આમાં કશું છે જ નહીં, તો પછી ડખોડખલ શાને ? સારું-ખોટું કરવાનું ક્યાં રહે જ છે ?
સિદ્ધાંત શું કહે છે ?
પુદ્ગલ પુદ્ગલને ખાય છે, આત્મા ખાતો નથી. પછી આ ખાવાનું છોડો ને તે છોડો ક્યાં રહ્યું ?
તડબૂચું કાપે તેમાં આત્મા કપાતો નથી. જ્ઞાની તો તડબૂચું કાપતા પહેલા વિધિ કરી શુદ્ધાત્માને બાજુએ બેસાડે.
પુદ્ગલ ખાય ને પોતે અહંકાર કરે કે મેં ખાધું.
જે એક પુગલનો સ્વભાવ છે તે સર્વ પુદ્ગલનો છે. પુદ્ગલ નિજ સ્વભાવમાં જ કાર્યાન્વિત હોય છે. ખાવું-ના ખાવું એ પુદ્ગલ-પુદ્ગલના આકર્ષણ-વિકર્ષણનો નિયમ છે. જમવા બેસે ત્યારે ગપાગપ ખવાઈ જાય છે, જાણે મહીંથી રાક્ષસ ખાવાનું ના ખેંચતો હોય ! એ મહીંલું પુદ્ગલ બાહ્ય પદગલને ખેંચે છે. તેથી જ સ્તો જમવાનું ચાલું થયા પછી રાહ જોવાય નહીં. કંઈ ને કંઈ ચાટવાનું ચાલુ જ રહ્યું હોય !
- જે આરાધ્યું તે પુદ્ગલની જ આરાધના થઈ ને ! તે જ નડે છે ને ! એ જ આવરણરૂપ બની જાય છે. એટલે જૈન-વૈષ્ણવ એ બધી પૌગલિક માયા છે. તેનાથી છૂટવાનું છે. વળી ત્યાગીને ત્યાગીનું પુગલ નડે. ક્ષત્રિય પુદ્ગલ, વૈશ્ય પુદ્ગલ, શુદ્ર પુલ, બધાને પોતપોતાનું નડે.
આ બધી પુદ્ગલની જ મસ્તી છે, રાગ-દ્વેષ ના હોય તો. નહીં તો દોષ ચોંટે. બાકી પુદ્ગલ સામસામી લડે છે, પુદ્ગલ મારે છે, આત્મા તેને જુએ. એમાં તન્મયાકાર થયો તો માર પડશે.
ક્યાં ક્યાં કંદ્ર છે, સારું-ખોટું, નફો-તોટો એ લોકોએ ઊભું કરેલું છે. ભગવાનને ઘેર ઠંદ્ર નથી. ભગવાનની દૃષ્ટિએ તો આ બધું પુદ્ગલ જ છે, પુદ્ગલની મસ્તી કહો કે કુસ્તી કહો.
આપણી ઇચ્છા ના હોય તોય થાય છે એ શું સૂચવે છે ? આ બધું પૂર્વકર્મનો ઉદય, ઉદયનું પોટલું જ છે આ.
આત્મા જાણ્યા પછી શું કરવાનું? શુદ્ધ થઈને આપણા ઘરમાં બેસી જવાનું. બાકી બધું એની મેળે જ ક્લીયર થઈ જાય. બહારનું વાવાઝોડું એની મેળે જ ટાટું પડી જાય.
68
69