Book Title: Aptavani 14 Part 2
Author(s): Dada Bhagwan
Publisher: Mahavideh Foundation

View full book text
Previous | Next

Page 236
________________ (૧૧) પુદ્ગલ ભાવ ! ૩૮૫ પ્રશ્નકર્તા : એ ગુરુ-લઘુ સ્વભાવ એ સ્વભાવ છે કે ગુણ છે ? દાદાશ્રી : એ તો (વિભાવિક) પુદ્ગલનો ગુણ છે. પ્રશ્નકર્તા : પણ એ ચેતનના માટે પૂછયું. દાદાશ્રી : ચેતનનો નહીં. ચેતનનો અગુરુલઘુ સ્વભાવ. તેથી કૃપાળુદેવે લખ્યું, ‘જે પદ શ્રી સર્વશે દીઠું જ્ઞાનમાં, કહી શક્યા નહીં તે પદ શ્રી ભગવાન જો. તેહ સ્વરૂપને અન્ય વાણી તે શું કહે, અનુભવ ગોચર માત્ર રહ્યું તે જ્ઞાન જો !' અપૂર્વ અવસર... ચાર વેદોને પૂછે કોઈ તો શી રીતે કહે ? અવક્તવ્ય છે, અવર્ણનીય છે, શી રીતે બોલે ? વેદેય કહે, ધીસ ઈસ નોટ ધેટ, ધીસ ઈસ નોટ ધેટ. જ્ઞાન જ્ઞાની પાસે હોય. જ્ઞાન એ જ આત્મા છે, તે જ્ઞાની પાસે છે. ચેતન ભાવો ને જડ ભાવોને સર્વ રીતે જુદા કરી શકે છે, ભેદ પાડી શકે છે. ત્યારે જ આ ઉકેલ આવે ને ! નહીં તો ઉકેલ ના આવે ને ગૂંચાય. એક કલાકમાં જવાય એવા રસ્તા માટે તો લાખ અવતાર જાય. ગૂંચારો જ ને ? પ્રશ્નકર્તા : દાદા, ચેતનના જ્ઞાતા-દ્રષ્ટા સિવાય બીજા ક્યા ભાવો ? દાદાશ્રી : બીજા બધા બહુ ભાવ છે. અનંત સુખધામ, બીજા કેટલાય ભાવો, બધા પાર વગરના ભાવો છે. જેટલું જડ છે, એ બધામાં શેયાકાર થવાની શક્તિ છે. આ કેરી હોય તે કેરીના ડિઝાઈનનો આત્મા થઈ જાય, જ્ઞેયાકાર થઇ જાય. છતાં નિર્લેપ, પાછો અડે નહીં. અનંત શક્તિ એ પરમાત્માની જ છે. જે ગણો તે એ જ છે, એથી બહાર કોઈ પરમાત્મા નથી બીજો. જગત આખું મૂંઝાયું છે આમાં અને ખઈ-પીને મૂંઝાય છે નિરાંતે. ૩૮૬ આપ્તવાણી-૧૪ (ભાગ-૨) તમામ જ્ઞાતીઓ ત્યાં એક ! જગતના લોકોને એ લક્ષમાં નહીં હોવાથી બંધ પડ્યા કરે છે. તેથી આપણે કહેલું ને કે ભઈ, આ જડ ભાવો છે, તે પોતાના ચેતન ભાવ નથી. માટે એ શેય છે ને આપણે જ્ઞાતા છીએ. એને જોવાના જ છે. જેણે એ લખેલું ને, ‘જે ચેતન-જડ ભાવો અવલોક્યા છે મુનિન્દ્ર સર્વશે.’ પ્રશ્નકર્તા : ‘જે ચેતન-જડ ભાવો અવલોક્યા શ્રી મુનિન્દ્ર સર્વશે. એવી અંતર આસ્થા પ્રગટ્ય, દર્શન કહ્યું છે તત્ત્વશે.’ દાદાશ્રી : મને રસ-રોટલી ભાવે છે એ જડના ભાવો છે. જડ ભાવોને પોતાના ભાવો માને છે. કહેશે, ‘મને બટાકાની ઈચ્છા થાય છે.' એ છે જડ ભાવ, એને ચેતન ભાવ માને છે. મુનિન્દ્ર સર્વજ્ઞે બટાકાની ઈચ્છાને શું કહ્યું કે ‘આ જડ ભાવ છે. એને ચેતન ભાવ માને તો શી દશા થાય ?' જે ચંચળ ભાગ છે, મીકેનિકલ ભાગ છે, ઘટવધુ થાય છે. ચિત્ત આઘુપાછું ખસે, ઘટ-વધ થાય, બુદ્ધિ વધ-ઘટ થાય, સ્મૃતિ આઘીપાછી થાય કે મને યાદ છે પણ ભૂલી ગયો' ને માથે બે ટપલા મારે ને મશીનરી ખૂલી જાય, તે યાદ આવી જાય. જડના પણ ભાવ છે, એ ચેતનનો ભાવ ન હોય. ચેતનના ભાવ બધા ચેતન છે. જડના ભાવ એ જડ છે. એટલે આ જડ ભાવો છે એવું સમજવું બહુ મુશ્કેલ છે. જડ ભાવને ચેતનભાવ માને છે બધા. આ કર્યું ને સામાયિક કર્યું, પ્રતિક્રમણ કર્યું, આ કર્યું, તે કર્યું, એ બધા જડ ભાવો છે. પ્રશ્નકર્તા : ‘મેં કર્યું' બધું જડ ભાવમાં આવે ને ? દાદાશ્રી : હા, આ વાક્ય મોટું લખ્યું. પ્રશ્નકર્તા : ‘જે ચેતન જડ ભાવો અવલોક્યા શ્રી મુનિન્દ્ર સર્વશે.’ દાદાશ્રી : સર્વજ્ઞ મુનિરાજ લખે છે, આ જડ ભાવ છે ને આ ચેતન ભાવ છે. તેથી આપણે કહીએ છીએને, અવસ્થા માત્ર કુદરતી

Loading...

Page Navigation
1 ... 234 235 236 237 238 239 240 241 242 243