Book Title: Aptavani 14 Part 2
Author(s): Dada Bhagwan
Publisher: Mahavideh Foundation

View full book text
Previous | Next

Page 240
________________ ૩૯૪ આપ્તવાણી-૧૪ (ભાગ-૨) પ્રશનકર્તા : હા. દાદાશ્રી : જીવે છે, ખાય છે, પીવે છે, બધું પુદ્ગલ કરે છે. એને ભ્રમણા ઊભી થઈ છે કે હું કરું છું આ, બીજું કોણ હોય ? એ જજો મોટા મોટા, તેય પણ સમજે કે અત્યારે કોઈ છે નહીં, માટે હું (૧૨) પુદ્ગલ અને આત્મા ! ૩૯૩ આત્મા ઈફેક્ટિવ લાગે છે. તેમ પુદ્ગલ તરફ તેનું લક્ષ હોય તો ઈફેક્ટિવ લાગે, તેનું લક્ષ આત્મામાં હોય તો ઈફેક્ટ ન લાગે. માંકડ કરડે તોય આત્માને ઈફેક્ટ ન થાય. આ (પુદ્ગલ) ઈફેક્ટિવ છે અને ઈફેક્ટ રહે છે ને તેમાં ‘હુંપણાનો આરોપ કરે છે. એટલે કોઝિઝ ઉત્પન્ન થાય છે ને કોઝિઝ ને ઈફેક્ટ, કોઝિઝ ને ઈફેક્ટ થાય છે. ચાલતાં ચાલતાં જેમ માથાના વાળ ઊડે અને તે આપણને હરક્ત કરતા નથી તેમ સંસારમાં રહેતાં પુદ્ગલો આપણને હરક્ત કરતાં નથી. એક પરાઈ ચીજ પુદ્ગલ છે અને બીજી પોતાની ચીજ છે. પરાઈ ચીજ ક્યારેય પોતાની થવાની નથી. પરાઈ ચીજ તો કરણ (મન-વચનકાયા) કહેવાય. હથિયાર છે અને કરણના સ્વામી થઈ બેઠા છે. પોતાની ચીજના સ્વામી એ ભગવાન પોતે છે. ખાતારો થતાં જ બને વિષ ! આત્મા કેવી રીતે ખાય ? આત્માને મોટું નહીં, કશુંય નહીં. સ્થળ શરીર નહીં, માટે આત્માથી ખવાય ? પુદ્ગલને તું આત્મા માનું છું ? પ્રશ્નકર્તા : પુદ્ગલને આત્મા માનું છું એટલે આ ખવાય છે ને ? દાદાશ્રી : પુદ્ગલ જ ખાય છે, આ તમે માનો છો એટલું જ. જીભના ચટાકા તો પુદ્ગલને છે. તમે માની બેઠા છો, મને ચટાકા છે. પુદ્ગલની બધી અસરો પોતા પર આરોપ કરે છે. કેમ બહુ ઊંડા ઉતરી ગયા ? પ્રશ્નકર્તા: નહીં, પુદ્ગલ આ ચેતનની સાથે છે, એટલે તો ખાય છે નહીં તો પુદ્ગલ શું ખાય ? દાદાશ્રી : ચેતન આમાં કશું કરતું નથી. પ્રસનકર્તા : ના, કરતું કશું નથી. દાદાશ્રી : છતાં હાજરી છે એટલે જીવે છે આ પુદ્ગલ. શુદ્ધ ઉપયોગપૂર્વક આહાર લે તો આહાર જુદો અને ‘હું જુદો. પણ ‘હું મહીં નાખ્યું, “મેં ખાધું કહ્યું', તેથી તરત જ મહીં પોઈઝન ઊભું થઈ જાય અને બધા પરમાણુ પોઈઝનવાળા થઈ જાય અને એનો પછી કેફ ચઢે અને જો એવું ના બોલે તો કશું ના થાય. આ તો ‘મેં ખાધું, મેં ભોગવ્યું', એ પોઈઝન રેડે છે. ખોરાક પોઈઝન નથી, પણ અણસમજથી પોઈઝન થઈ જાય છે. બંધુકિયો ટેટો સળગાવીને ટેટાની દુકાનમાં નાખે તો શું થાય ? એવું આ લોક કરે છે ને પછી કહે છે, મારું બધું બની ગયું. ભગવાન કાંઈ બાળવા નથી આવતા, આ તો ‘પોતેજ બધું સફાચટ કરી મેલે છે.. - વોસરાવ્યો સચોડો આત્મા ! આ સુખ મળ્યા પછી, ‘હું શુદ્ધાત્મા છું' જ્ઞાન થયા પછી આ બધાં પુદ્ગલનાં જે સુખ છે તે લીમડા જેવાં લાગે. સિમીલી કરેલીને, સિમીલી બધી સમજાવી જોઈએ. એટલે આ જે પુદ્ગલ છે તે આપણને કેવું લાગે છે ? લીમડો લાગે, એટલે કડવો ઝેર જેવો, નહીં તો આ પુદ્ગલની મીઠાશ જાય નહીંને મનમાંથી. એક બટાકાવડાં સારા ખાઈ આવ્યો હોય તોય ચિત્ત એમાં જાય. છોડવાની વસ્તુઓ કેટલી છે ? એક-બે છે કે દસ-બાર-પંદર પ્રશનકર્તા : બધું જ. દાદાશ્રી : બધું એટલે એને સો-બસો, પાંચસો, હજાર, લાખ, બે લાખ, પાંચ-દસ લાખ, બે અબજ, પાંચ અબજ ?

Loading...

Page Navigation
1 ... 238 239 240 241 242 243